યુકેમાં પેટ્રોલની વિક્રમી કિંમત છતાં, લાખો લિટરની નિકાસ

Wednesday 22nd June 2022 03:03 EDT
 

લંડનઃ યુકેમાં વાહનચાલકો પમ્પ્સ પર પેટ્રોલની વિક્રમી કિંમતોનો સામનો કરી રહ્યા છે ત્યારે દર મહિને યુએસમાં લાખો લિટર પેટ્રોલની નિકાસ કરાઈ રહી છે. G–20 દેશોમાં પેટ્રોલના સૌથી ઊંચા ભાવની બાબતે ફ્રાન્સ પછી યુકે બીજા ક્રમે આવે છે. યુકેમાં પેટ્રોલના ભાવ ઊંચા છે એટલું જ નહિ 17 વર્ષમાં સૌથી ઊંચા દરે વધી રહ્યા છે.

આટલાન્ટિક વિસ્તારમાં યુએસના ડ્રાઈવર્સ પણ ગેસની ઊંચી કિંમત ચૂકવી રહ્યા છે આમ છતાં, તેઓ બ્રિટિશરોની સરખામણીએ 60 ટકા ઓછું ચૂકવે છે. સવાલ એ થાય કે 3 બિલિયન લેટર પેટ્રોલ એને તેની બનાવટ માટેના ઘટકો શા માટે યુકેથી યુએસ મોકલવામાં આવનાર છે. આનો જવાબ છે ટેક્સીસના કારણે.

Globalpetrolprices.comના 6 જૂનના અહેવાલ મુજબ યુકેમાં 1 લિટર પેટ્રોલની કિંમત 1.76 પાઉન્ડ અથવા યુએસના પ્રતિ ગેલન 8.35 ડોલર જેટલાં થાય. આની સામે યુએસમાં પ્રતિ ગેલન 5.04 ડોલર અથવા 1.06 પાઉન્ડનો ભાવ થાય. મે મહિનામાં યુકેથી 1. 85 મિલિ. બેરલ અથવા 300 મિલિ. લિટર પેટ્રોલ યુએસ પહોંચાડાયું હતું જે તેની અગાઉના મહિના કરતાં 15 ટકા વધુ હતું.

યુકેમાં પેટ્રોલ પર બે પ્રકારના ટેક્સ – ફ્યૂલ ડ્યૂટી અને VAT છે. ફ્યૂલ ડ્યૂટી ફિક્સ છે અને હાલ અનલીડેડ પેટ્રોલ પર પ્રતિ લિટર 52.95 પેન્સ છે. બીજો વેલ્યુ એડેડ ટેક્સ અથવા તો VAT બદલાતો રહે છે જે હાલ 20 ટકા છે અને ફ્યૂલ ડ્યૂટી અને ફ્યૂલની કિંમત પર લાગે છે. 6 જૂને 1 લિટર પેટ્રોલની 1.76 પાઉન્ડ કિંમતમાંથી 82 પેન્સ અથવા 47 ટકા રકમ બેવડા ટેક્સથી સરકારની તિજોરીમાં પહોંચતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter