લંડનઃ યુકેમાં પ્રથમવાર ચિન્મય મિશન યુકે દ્વારા સંસ્થાની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાનાર વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે ‘થેમ્સ પર ગંગા આરતીઃ એક પ્રકાશ ઉત્સવ’નું આયોજન કરાયું હતું. ભારતમાં ગંગા કિનારે થતી પરંપરાગત આરતીની તર્જ પર આયોજિત આ કાર્યક્રમ પ્રકૃતિ, જ્ઞાન અને ચેતનાના પ્રવાહના પ્રતીક રૂપે રજૂ કરવામાં આવ્યો હતો. તસવીરમાં ચિન્મય મિશનના ગ્લોબલ હેડ સ્વામી સ્વરૂપાનંદ ગંગા આરતી કરતા દ્રશ્યમાન થાય છે. પરંપરાગત દીવા, સંગીત અને મંત્રોચ્ચાર સાથે હાથ ધરાયેલી આ વિધિ સંપૂર્ણપણે કિનારા પર જ રાખવામાં આવી હતી. થેમ્સ નદીના જળને પ્રદૂષિત થતું અટકાવવા કોઈ પણ સામગ્રી કે દીવા નદીમાં વહેવડાવવામાં આવ્યા ન હતા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


