યુકેમાં પ્રવેશ માટેની ડિજિટલ પરમિટ ફી 16 પાઉન્ડ કરાશે

સ્પોન્સરશિપ સર્ટિફિકેટ, અને નેચરાલાઇઝેશનની ફીમાં પણ વધારો કરવાની તૈયારી

Tuesday 21st January 2025 09:47 EST
 
 

લંડનઃ યુકેની મુલાકાતે આવતા વિદેશી નાગરિકોએ દેશમાં પ્રવેશ માટેની ડિજિટલ પરમિટ મેળવવા 6 પાઉન્ડ વધારે ચૂકવવા પડશે. હોમ ઓફિસના જણાવ્યા અનુસાર ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ઇટીએ) માટે મહત્તમ 16 પાઉન્ડ ચૂકવવા પડશે જે હાલમાં 10 પાઉન્ડ છે.

યુકેની મુલાકાતે આવતા નોન-વિઝા નેશનલ્સ માટે ઇટીએના તબક્કાના અમલના 15 દિવસમાં આ નિર્ણય લેવાયો છે. યુકેની મુલાકાત લેતાં પહેલાં ડિજિટલ ઓથોરાઇઝેશન માટે અરજી કરવાની રહે છે. સૌથી પહેલાં આ સ્કીમ નવેમ્બર 2023માં કતારી નાગરિકો માટે શરૂ કરાઇ હતી. ફએબ્રુઆરી 2024થી તેમાં મિડલ ઇસ્ટના દેશોના નાગરિકોને પણ સામેલ કરાયા હતા.

8 જાન્યુઆરી 2025થી આ સ્કીમમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિતના 45 દેશોના નાગરિકોને પણ સામેલ કરાયાં છે. આ સ્કીમનો અંતિમ તબક્કો બીજી એપ્રિલથી અમલમાં આવશે જેમાં યુરોપના તમામ દેશના નાગરિકો પર ડિજિટલ પરમિટ પેમેન્ટ લાગુ થશે. 5 માર્ચથી અરજીઓ સ્વીકારવાનું શરૂ કરાશે.

ગયા સપ્તાહમાં ડિજિટલ પરમિટ ફીમાં બે મોટા બદલાવનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરાયો છે. તેમાં પ્રથમ પ્રસ્તાવ ફી 10 પાઉન્ડથી વધારીને 16 પાઉન્ડ કરવાનો છે. જે 60 ટકાનો વધારો દર્શાવે છે. હોમ ઓફિસ સ્પોન્સરશિપ સર્ટિફિકેટ, અને નેચરાલાઇઝેશનની ફીમાં પણ વધારો કરવા માગે છે. તેના દ્વારા સરકગારને 269 મિલિયન પાઉન્ડની પ્રતિ વર્ષે આવક થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter