યુકેમાં પ્રાઇવેટ ડેન્ટિસ્ટ દ્વારા ચાલી રહેલી ઉઘાડી લૂટ

છેલ્લા બે વર્ષમાં દાંતની સારવારની ફીમાં 32 ટકા સુધીનો વધારો

Tuesday 07th January 2025 09:36 EST
 
 

લંડનઃ યુકેમાં દાંતની સારવાર મોંઘીદાટ બની રહી છે. એનએચએસમાં સારવારના અભાવ અને વિલંબના કારણે પ્રાઇવેટ ડેન્ટિસ્ટ દાંતની વિવિધ પ્રકારની સારવારમાં ઉઘાડી લૂટ ચલાવી રહ્યાં છે. દર્દીઓને પ્રાઇવેટ ડેન્ટિસ્ટ પાસે રૂટ કેનાલની સારવાર માટે 775 પાઉન્ડ ચૂકવવા પડે છે. તેઓ દાંત કાઢવા માટે 435 પાઉન્ડ અને વ્હાઇટ ફિલિંગ માટે 325 પાઉન્ડ જેવી તગડી ફી વસૂલી રહ્યાં છે.

વર્ષ 2022થી દાંતની સારવારની ફીમાં મોટો ઉછાળો આવ્યો છે. એનએચએસમાં સારવાર ન મળી શકવાના કારણે ઘણા દર્દીઓને પ્રાઇવેટ ડેન્ટિસ્ટ પાસે સારવાર લેવાની ફરજ પડી રહી છે. છેલ્લા બે વર્ષમાં નોન સર્જિકલ એક્સટ્રેક્શનના સરેરાશ ખર્ચમાં 32 ટકાનો વધારો નોંધાયો છે. દર્દીઓ દાંતની સારવાર માટે અત્યારે 14થી 32 ટકા વધુ ફી ચૂકવી રહ્યાં છે.

એક રિસર્ચમાં સમગ્ર દેશના 52 ટાઉન અને શહેરમાં પ્રાઇવેટ ડેન્ટલ પ્રેકટિસ કરતી 450 હોસ્પિટલોમાં વસૂલાતા દરોનો અભ્યાસ કરાયો હતો.

સારવાર અને ફીમાં વધારો

-          વ્હાઇટ ફિલિંગ – 105 પાઉન્ડથી વધીને 129 પાઉન્ડ – 23 ટકા સુધીનો વધારો

-          એક્સટ્રેક્શન – 105 પાઉન્ડથી વધીને 139 પાઉન્ડ – 32 ટકાનો વધારો

-          સ્કેલ અને પોલિશ – 65 પાઉન્ડથી વધીને 75 પાઉન્ડ – 15 ટકાનો વધારો

-          પ્રારંભિક કન્સલ્ટેશન – 65 પાઉન્ડથી વધીને 80 પાઉન્ડ – 23 ટકા સુધીનો વધારો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter