યુકેમાં પ્રોપર્ટી સાથેની 13,000 ઓફશોર કંપનીએ માલિકોની જાહેરાત કરી નથી

Wednesday 08th February 2023 04:55 EST
 

લંડનઃ યુકેમાં પ્રોપર્ટી ધરાવતી લગભગ 13,000 ઓફશોર કંપનીઓ તેમના મુખ્ય માલિકોની જાહેરાત કરવામાં નિષ્ફળ ગઈ છે. આના પરિણામે તેમણે ભારે દંડ અને તેમની જમીનો વેચવા પર પ્રતિબંધનો સામનો કરવો પડી શકે તેમ સરકારે જણાવ્યું છે. કંપનીઓ દ્વારા રજિસ્ટ્રેશનની 31 જાન્યુઆરીની સમયમર્યાદા હવે સમાપ્ત થઈ ગઈ છે.

બિઝનેસ મિનિસ્ટર લોર્ડ માર્ટિન કાલાનને યુકે પ્રોપર્ટીઝના ઓવરસીઝ માલિકોના નવા રજિસ્ટરને દાખલ કરવાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ રજિસ્ટર ટેક્સ અને રેવન્યુ સર્વિસીસ માટે અમૂલ્ય છે તેમજ મુખ્યત્વે ટેક્સના હેતુસર મિલકતોને છુપાવવા માટે ઉપયોગમાં લેવાતા અપારદર્શી ઓફશોર ટ્રસ્ટોમાં પારદર્શિતા લાવી શકાશે.

લોર્ડ કાલાનને જણાવ્યું હતું કે કુલ 32,440 રજિસ્ટર્ડ ઓવરસીઝ સંસ્થાઓમાંથી માત્ર સંસ્થાએ તેમના લાભાર્થી માલિકોના નામ જાહેર કર્યા છે. આનો અર્થ એ છે કે આશરે 40 ટકા અથવા 13,000 ઓફશોર સંસ્થાઓએ આમ કર્યું નથી. હવે યુકેમાં પ્રોપર્ટી ધરાવતી આવી કંપનીઓ દ્વારા મની લોન્ડરિંગની સમસ્યા હલ કરવા કંપનીઝ હાઉસ એન્ડ ઈન્સોલ્વન્સી સર્વિસને વધુ તપાસકારી સત્તાઓ તેમજ 20 મિલિયન પાઉન્ડ સુધીના ખર્ચ માટે ઈન્વેસ્ટમેન્ટની વ્યવસ્થા કરાશે.

જે કંપનીઓએ તેમના મુખ્ય માલિકોના નામ રજિસ્ટર્ડ કરાવ્યા છે તેમાંથી આશરે 75 ટકા કંપની પાંચ જ્યુરિડિક્સન્સBVI, જર્સી, ધ આઈલ ઓફ મેન, ગુએર્ન્સી અને લક્સબર્ગમાં સ્થપાયેલી છે. લગભગ 10માંથી એક કંપની (1,796) માલિકના નામ આપતી નથી જ્યારે 33 ટકાથી વધુ કંપનીઓ તેમના લાભાર્થી માલિક તરીકે વ્યક્તિના નહિ પરંતુ, કંપનીના નામ નોંધાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter