યુકેમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં ચિંતાજનક ઉછાળોઃ દર આઠ મિનિટે એક પુરુષમાં નિદાન

દર વર્ષે 68,000થી વધુ પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન

Tuesday 25th August 2026 10:43 EDT
 

લંડનઃ મેકમોલન કેન્સર સપોર્ટ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર યુકેમાં પ્રોસ્ટેટ કેન્સરથી પીડાતા પુરુષોની સંખ્યામાં છેલ્લા 6 વર્ષમાં 1 લાખથી વધુનો ઉમેરો થયો છે. હાલ દેશમાં પ્રોસ્ટેટ કેન્સરના 6 લાખ દર્દી છે. દેશમાં પ્રતિ વર્ષ 68,000થી વધુ પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થાય છે. તેનો અર્થ એ કે દર આઠ મિનિટે એક પુરુષમાં પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન થાય છે. આ કેન્સર યુકેમાં પુરુષોમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું કેન્સર બની ગયું છે.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ જાગૃતિમાં થયેલો વધારો, બહેતર નિદાન પદ્ધતિઓ અને યુકેની વૃદ્ધ થતી વસતી આ વધારા પાછળના મુખ્ય પરિબળો છે. મેકમોલન કેન્સર સપોર્ટના મુખ્ય તબીબી સલાહકાર ડૉ. એન્થોની કનલિફના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તબક્કામાં આ બીમારીના કોઈ ખાસ લક્ષણો દેખાતા નથી. પેશાબ કરવામાં મુશ્કેલી, વારંવાર પેશાબ જવું કે લોહી આવવું જેવા લક્ષણો સામાન્ય રીતે ટ્યુમર વધ્યા પછી જ જોવા મળે છે.

નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે સાજાપણાનો અર્થ એ નથી કે વ્યક્તિ બીમારીથી મુક્ત છે. 50 વર્ષથી વધુ વયના પુરુષો, અશ્વેત પુરુષો અને જેમના પરિવારમાં આ કેન્સરનો ઇતિહાસ હોય તેમણે ખાસ તબીબી સલાહ લેવી જરૂરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter