યુકેમાં ફેસબૂકને £૫૦.૫ મિ.નો જંગી દંડ

Wednesday 27th October 2021 07:19 EDT
 
 

લંડનઃ યુકેની ધ કોમ્પિટિશન એન્ડ માર્કેટિંગ ઓથોરિટી (CMA)એ ફેસબૂક દ્વારા ૨૦૨૦માં GIF પ્લેટફોર્મ Giphy-ગિફીની ખરીદી બાબતે ચાલી રહેલી તપાસમાં આપેલા આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ૫૦.૫ મિલિયન પાઉન્ડનો જંગી દંડ ફટકાર્યો છે. CMAએ જણાવ્યું હતું કે ફેસબૂક તપાસ દરમિયાન જરુરી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયું હતું.

ફેસબૂક અને Giphy-ગિફીના મર્જરના મુદ્દે CMA દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ ચાલે ત્યાં સુધી કંપનીઓના મર્જરને રોકવા ચોક્કસ પ્રારંભિક એન્ફોર્સમેન્ટ ઓર્ડર્સ (IEO) અપાય છે. CMAએ જણાવ્યું હતું કે તેઓએ ફેસબૂકને અનેક વખત ચેતવણી આવા છતાં કંપની નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી નહતી. કંપનીએ વારંવાર ચેતવણીની અવગણના કરી હતી. કંપનીને નિયમોનો ભંગ કરવા બદલ ૫૦ મિલિયન પાઉન્ડ (૬૯.૪ મિલિયન ડોલર)નો તેમજ પરવાનગી વિના કંપનીના ચીફ કમ્પ્લાયન્સ ઓફિસરને બે વખત બદલવા માટે ૫૦૦,૦૦૦ પાઉન્ડનો દંડ ફટકારાયો છે. CMAએ જણાવ્યું હતું કે ફેસબૂકે ઈરાદાપૂર્વક આમ કર્યું હોવાથી દંડ ફટકારીને ચેતવણી આપવી જરૂરી છે કે કોઇ પણ કંપની કાયદાથી પર નથી. બે અલગ-અલગ કોર્ટમાં અપીલ હાર્યા પછી પણ ફેસબૂકે આદેશને માન્ય રાખ્યો ન હતો અને આમ તે કાયદાકીય જવાબદારીનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હતી.

અમેરિકી સરકાર પણ ફેસબૂકની બિઝનેસ શૈલીઓની સઘન તપાસ કરી રહી છે. અમેરિકાના શાસક અને વિરોધ પક્ષના સાંસદો કંપની સામે ભવાં ચઢાવી રહ્યા છે. ફેસબૂક સામે અમેરિકી કોંગ્રેસમાં રોષ વધતો જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter