યુકેમાં ભારતીય કંપનીઓને મદદ કરવા ઇન્ડિયા બિઝનેસ ફોરમ રિલોન્ચ કરાઇ

આ ફોરમ ભારતીય બિઝનેસ કોમ્યુનિટી સામે રહેલા પડકારોનો સામનો કરવા મદદ કરશે

Tuesday 26th March 2024 09:56 EDT
 
 

લંડનઃ કોફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એ બ્રિટનમાં ભારતીય બિઝનેસોના આર્થિક વિસ્તરણમાં મદદરૂપ થવા માટે જાણકારી અને પ્રક્રિયાની આપ-લે કરવાના મંચ તરીકે લંડનમાં યુકે-ઇન્ડિયા બિઝનેસ ફોરમને પુનઃસક્રિય કરી છે. આ ફોરમ છેલ્લા કેટલાક સમયથી નિષ્ક્રિય હતી પરંતુ હવે કેશવ આર મુરુગેશના અધ્યક્ષપણામાં પુનર્જિવિત કરાઇ છે. આ ફોરમ યુકેમાં ભારતીય બિઝનેસ કોમ્યુનિટી સામે રહેલા પડકારોનો સામનો કરવા અને બંને દેશ વચ્ચે સંયુક્ત સાહસો અને ભાગીદારીઓ શરૂ કરવામાં મદદરૂપ થશે.

લંડનમાં યુકે-ઇન્ડિયા બિઝનેસ ફોરમને રિ-લોન્ચ કરતા કાર્યક્રમમાં મુરુગેશે જણાવ્યું હતું કે, વેપાર, મૂડીરોકાણ, ટેકનોલોજી, સંશોધન, ક્લાઇમેટ ચેન્જ, શિક્ષણમાં બંને દેશ વચ્ચેનો સહકાર વધારવા માટે આ સમય મહત્વનો છે. યુકેની સરકાર, સ્થાનિક બિઝનેસો સાથે સહકાર સાધીને યુકે ઇન્ડિયા બિઝનેસ ફોરમ યુકેમાં બ્રાન્ડ ઇન્ડિયાના પ્રસાર અને ભારતીય કંપનીઓને વ્યૂહાત્મક સહાય કરશે. યુકે સ્થિત ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી ફોરમના પેટ્રન તરીકે કામ કરશે.

આ પ્રસંગે વિક્રમ દોરાઇસ્વામીએ જણાવ્યું હતું કે, વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટમાં વપરાતા ટોવેલથી માંડીને જેગુઆર લેન્ડ રોવર કાર, હોટેલથી માંડીને ટેકનોલોજી કંપનીઓ એમ દરેક ક્ષેત્રમાં ભારત અને યુકે વચ્ચે સહકાર જોવા મળે છે. આ ફોરમ બંને દેશ વચ્ચેના ભાવિ સંબંધોને વધુ મજબૂત બનાવવામાં યોગદાન આપશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter