યુકેમાં ભારતીય માલિકીની કંપનીઓનો દબદબો

ભારતીય માલિકીની કંપનીઓમાં 60 ટકાનો વધારો, 1,912 કંપનીની માલિકી ભારતીયોની, ટર્નઓવર 105 અબજ પાઉન્ડને પાર

Tuesday 02nd June 2026 12:23 EDT
 
 

લંડનઃ  બ્રિટનમાં ભારતીય માલિકીની કંપનીઓના કારોબારમાં અભૂતપૂર્વ પ્રગતિ જોવા મળી છે. વાર્ષિક ધોરણે આ કંપનીઓની સંખ્યામાં આશરે 60% નો જંગી વધારો થયો છે જે દર્શાવે છે કે બ્રિટિશ અર્થતંત્રમાં ભારતનો આર્થિક પ્રભાવ સતત મજબૂત થઈ રહ્યો છે. અહેવાલ અનુસાર યુકેમાં કાર્યરત ભારતીય માલિકીની કંપનીઓની સંખ્યા વધીને હવે 1,912 પર પહોંચી ગઈ છે અને તેમનું સંયુક્ત વાર્ષિક ટર્નઓવર 105.77 અબજ પાઉન્ડ નોંધાયું છે. આ અહેવાલને લંડન ખાતે યુકેમાં ભારતના નવા હાઈ કમિશનર પી. કુમારન દ્વારા સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યો હતો.

વર્ષ 2025 ના આંકડાઓની સરખામણીએ ગત વર્ષે યુકેમાં 1,197 ભારતીય કંપનીઓ સક્રિય હતી અને તેમનું કુલ ટર્નઓવર 72.14 અબજ પાઉન્ડ હતું. ભારતીય કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા ગત વર્ષના 1,26,720 થી વધીને આ વર્ષે 2,03,549 એ પહોંચી ગઈ છે.

ભારતીય હાઈ કમિશનર પી. કુમારને જણાવ્યું હતું કે, ભારત અને યુકે વચ્ચેના સંબંધો હવે માત્ર જૂની યાદો કે ઈતિહાસ પૂરતા મર્યાદિત નથી રહ્યા પરંતુ તે વ્યાપક તકો પર આધારિત છે. બંને દેશ સાથે મળીને આગામી દાયકાઓની સૌથી મજબૂત આર્થિક ભાગીદારીનું નિર્માણ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter