લંડનઃ યુકેના સિટી ઓફ હલમાં અભ્યાસ કરતા ભારતીય મૂળના અમેરિકન વિદ્યાર્થીની તેના રૂમમેટ દ્વારા ચાકૂ વડે હત્યા કરી નાખવામાં આવી હતી. 19 વર્ષીય સચિન હોકિન્સ હલ યુનિવર્સિટી ખાતે સ્પેશિયલ એજ્યુકેશન ટીચરની તાલીમ લઇ રહ્યો હતો. સચિનની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, સચિન માટે પરિવાર અને મિત્રો જ તેનું વિશ્વ હતાં. પોલીસે સચિનની હત્યાના આરોપસર 24 વર્ષીય સૈયદ હુસેન કાઝીની ધરપકડ કરી હતી.