યુકેમાં ભારતીયો સૌથી મોટો વંશીય સમુદાય , હિન્દુ વસતીમાં 1,82,000નો વધારો

યુકેમાં એક દાયકામાં ભારતીય મૂળના લોકોની વસતી 14.12 લાખથી વધીને 18.64 લાખ થઇ, 4.45 લાખની વસતી સાથે પાકિસ્તાની મૂળનો સમુદાય બીજા ક્રમે, વસતીમાં 0.7 ટકાનો વધારો

Wednesday 07th December 2022 05:24 EST
 
 

લંડન

2021ની વસતી ગણતરીના આંકડા અનુસાર યુનાઇટેડ કિંગડમમાં ભારતીય મૂળના લોકો સૌથી મોટા અશ્વેત વંશીય સમુદાય તરીકે ઉભરી આવ્યા છે. વસતી ગણતરીમાં 18.64 લાખ નાગરિકોએ પોતાને એશિયન કેટેગરીમાં ભારતીય તરીકે ગણાવ્યા છે. તેનો અર્થ એ થયો કે છેલ્લા એક દાયકામાં યુકેમાં ભારતીય મૂળના લોકોની સંખ્યામાં 3.1 ટકાનો વધારો થયો છે. 2011ની વસતી ગણતરી પ્રમાણે તે સમયે યુકેમાં ભારતીય મૂળના લોકોની સંખ્યા 14.12 લાખ હતી.

વસતી ગણતરીના આંકડા પ્રમાણે એશિયન કેટેગરીમાં ભારતીય મૂળના લોકો સૌથી મોટો સમુદાય બની ગયો છે. બીજા ક્રમે 15.87 લાખ રહેવાસીઓ સાથે પાકિસ્તાનીઓ રહ્યાં છે. છેલ્લા એક દાયકામાં તેમની વસતીમાં 0.7 ટકાનો વધારો થયો છે. યુકેમાં પાકિસ્તાનીઓની વસતી છેલ્લા એક દાયકામાં 3.93 લાખથી વધીને 4.45 લાખ પર પહોંચી છે.

 

હિન્દુઓની વસતી 10 લાખને પાર, હવે કુલ વસતીના 1.7 ટકા હિન્દુ સમુદાયના

2011થી 2021ના એક દાયકામાં બ્રિટનમાં વસતા હિન્દુઓની વસતીમાં 1,82,000નો વધારો થયો છે. 2011માં બ્રિટનની કુલ વસતીમાં હિન્દુઓની સંખ્યા 1.5 ટકા એટલે કે 8,18,000 હતી જે 2021માં 1.7 ટકા થઇને 10 લાખ પર પહોંચી ગઇ હતી. શિખોની વસતી છેલ્લા એક દાયકામાં 4,23,000થી વધીને 5,24,000 પર પહોંચી હતી જ્યારે બૌદ્ધ ધર્મ પાળનારાની વસતી 2,49,000થી વધીને 2,73,000 થઇ હતી. લંડનમાં હિન્દુ વસતી 25.3 ટકાથી વધીને 25.8 ટકા પર પહોંચી છે જ્યારે લેસ્ટરમાં હિન્દુ વસતી 15.2 ટકાથી વધીને 17.9 ટકા થઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter