યુકેમાં ભારે હીમ વર્ષાના પગલે સેંકડો સ્કૂલ બંધ, ફ્લાઇટ કેન્સલ

Tuesday 06th January 2026 09:35 EST
 
 

લંડનઃ સમગ્ર યુકેમાં ગયા સપ્તાહમાં ભારે હીમ વર્ષાના કારણે સેંકડો સ્કૂલ બંધ રહી હતી અને મોટી સંખ્યામાં ફ્લાઇટ કેન્સલ કરાઇ હતી. ભારે હીમવર્ષાના કારણે લીવરપુલ અને આબેરદીનના એરપોર્ટ બંધ કરી દેવાયાં હતા. લંડનથી યુરો સ્ટારની કેટલીક ટ્રેન નેધરલેન્ડ પહોંચી શકી નહોતી. ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડમાં શાળાઓ બંધ રખાતાં હજારો બાળકોને એક વધારાની રજા મળી ગઇ હતી. યુકેમાં તાપમાનનો પારો માઇનસ 10 સુધી ગગડી ગયો હતો. આરોગ્ય સત્તાવાળાઓએ ઇંગ્લેન્ડમાં ચેતવણી જારી કરતાં તબિયત સંભાળવાની સલાહ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter