યુકેમાં માર્ચથી મે 2023 સુધીમાં પગારોમાં વિક્રમી ઝડપે વધારો

પગારવધારા કારણે ફુગાવો વધવાનો ભય, બીઓઇને ફરી વ્યાજદર વધારવા પડશે

Tuesday 11th July 2023 12:58 EDT
 
 

લંડનઃ મે 2023 સુધીના 3 મહિનામાં યુકેમાં પગાર વધારો વિક્રમી ઝડપે થતાં ફુગાવાનો દર વધુ ઊંચો જવાનો ભય તોળાઇ રહ્યો છે. જેના પગલે બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં ફરી વધારો કરાય તેવી પણ સંભાવના છે. ઓએનએસના આંકડા અનુસાર આ 3 મહિનામાં સરેરાશ પગારમાં 7.3 ટકાનો વધારો નોંધાયો છે. ઓએનએસના જણાવ્યા અનુસાર છેલ્લા એક મહિનામાં પગારોમાં છેલ્લા બે વર્ષનો સૌથી ઝડપી વધારો નોંધાયો છે.

જોકે મે મહિના સુધીના 3 મહિનામાં રિઅલ ટર્મ પેમાં 1.2 ટકાનો ઘટાડો નોંધાયો છે જેના માટે ફુગાવાનો ઊંચો દર જવાબદાર છે. યુકેમાં ફુગાવાનો દર બેન્ક ઓફ ઇંગ્લેન્ડના 2 ટકાના અંદાજ સામે 8.7 ટકા નોંધાયો હતો. દેશમાં બેરોજગારીનો દર પણ 0.2 ટકા વધીને 4 ટકા પર પહોંચી ગયો છે.

બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજદરમાં થઇ રહેલા વધારાના કારણે મોર્ગેજ રેટ પણ છેલ્લા 15 વર્ષની ટોચ પર પહોંચી ગયાં છે. બે વર્ષની ફિક્સ્ડ ડીલમાં મોર્ગેજ રેટ 6.66 ટકા પર પહોંચ્યા છે જે ઓગસ્ટ 2008 પછીની સૌથી ઊંચી સપાટી પર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter