યુકેમાં મીટના વેચાણમાં વધારા સામે સેલિબ્રિટિઝ દ્વારા ‘વેગાન્યુઆરી’

Saturday 02nd January 2021 02:00 EST
 
 

લંડનઃ નવા વર્ષમાં વધુને વધુ લોકોને મીટ, ફિશ અને ડેરી પ્રોડક્ટ્સ છોડી દેવા પ્રોત્સાહિત કરવા મ્યુઝિશિયનો, એક્ટર્સ અને સ્પોર્ટ્સ સ્ટાર્સના ગ્રૂપે બિઝનેસ અને એન્વાયર્નમેન્ટલ ગ્રૂપ સાથે હાથ મિલાવ્યા છે. ફ્રેન્ડ્સ ઓફ ધ અર્થ, ગ્રીનપીસ, સંર પોલ કાર્ટની, રિકી ગેરવેઈસ, લીલી કોલ અને એલન કમીંગે આવતા મહિને ‘વેગાન્યુઆરી’ માટે તેમનું ડાયેટ બદલવા અનુરોધ કરતાં પત્ર પર સહી કરી હતી. વેગાન્યુઆરી એસોસિએશન દ્વારા લખાયેલા ખૂલ્લા પત્રમાં જણાવાયું હતું,‘ આપણે ઔદ્યોગિક ધોરણે પ્રાણીઓનું મીટ ખાતા હોઈએ તે સંજોગોમાં ક્લાઈમેટ ચેન્જનો સામનો કરી શકીએ નહીં.’  
આ પત્ર પર સહી કરનારા અન્ય અગ્રણીઓમાં પર્યાવરણ કેમ્પેનર અને ટીવી પ્રેઝન્ટર ક્રિસ પેકહેમ, સ્મિથ્સ ગિટારિસ્ટ જહોની માર, ક્રિકેટર જેસન ગિલિસ્પી, બિઝનેસવુમન ડેબોરાહ મેડન અને કોમેડિયનો જહોન બિશપ, સારા પેસ્કો તથા જોન રિચાર્ડસનનો સમાવેશ થાય છે.
પેકહેમે ઓબ્ઝર્વરને જણાવ્યું કે ક્લાઈમેટ કટોકટી, આહારમાં મોટા પાયે મીટ અને કોરોના વાઈરસ વચ્ચે સ્પષ્ટ સંબંધ છે. આપણે કુદરતી પર્યાવરણનો તેમજ ત્યાં રહેતા પશુઓ પર ત્રાસ વર્તાવતા હોવાથી આ વાઈરસ પશુઓમાંથી સાર્સ, ઈબોલા અને HIV થઈને આપણામાં ફેલાયો હતો. તેથી કુદરતે આપણને પાઠ ભણાવ્યો છે.    
વેગાન્યુઆરીના આયોજકોને આશા છે કે તેઓ જાન્યુઆરીમાં વેગનીઝમ અપનાવવા ૫૦૦,૦૦૦ લોકોને સમજાવશે. ગયા વર્ષે તેમાં અંદાજે ૩૫૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. ૨૦૧૯માં વિશ્વમાં મીટનું વેચાણ ઘટવાનું શરૂ થયું હતું. યુકેમાં ગયા વર્ષે ક્રિસમસમાં બીફ, લેમ્બ અને પોર્કના વેચાણમાં ૪ ટકા સુધીનો ઘટાડો થયો હતો. જોકે, લોકડાઉનને કારણે મીટના વપરાશમાં ભારે વધારો નોંધાયો છે.  


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter