યુકેમાં મુસ્લિમોની સંખ્યા ત્રણ મિલિયનથી વધીઃ ૫૦ ટકા બ્રિટનની બહાર જન્મ્યા છે

Tuesday 02nd February 2016 10:31 EST
 
 

લંડનઃ ઈમિગ્રેશન અને જન્મદરમાં વધારાના પરિણામે માત્ર એક દાયકામાં ગ્રેટ બ્રિટનમાં મુસ્લિમોની સંખ્યા બમણી થઈને સૌપ્રથમ વખત ત્રણ મિલિયનને પાર કરી, ૩,૧૧૪,૯૯૨ની થઈ છે, જેમાં અડધાથી વધુ (૧,૫૫૪,૦૨૨) દેશની બહાર જન્મેલા છે. દેશની કુલ વસ્તીમાં દર ૨૦ વ્યક્તિએ એક મુસ્લિમ હોવાનું આંકડા જણાવે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના તાજા આંકડા મુજબ લંડનના કેટલાક વિસ્તારોમાં અડધોઅડધ વસ્તી મુસ્લિમોની છે અને ત્યાં એકાદ દાયકામાં તેઓ બહુમતી હશે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ઈસ્લામને અનુસરતા લોકોમાં પણ ૫૦ ટકા તો બ્રિટનની બહાર જન્મેલા છે. બીજી તરફ, ચિંતાજનક આંકડા એ પણ છે કે દેશની કેટેગરી-એ જેલોમાં પાંચમાંથી એક કેદી મુસ્લિમ છે.

મુસ્લિમ વસ્તી ઝડપથી વધી રહી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૧૯૯૧માં તેમની સંખ્યા ૯૫૦,૦૦૦ જેટલી એટલે કે કુલ વસ્તીના ૧.૯ ટકા અને ૨૦૦૧ના સેન્સસ વખતે દેશમાં ૧,૫૪૬, ૬૨૬ મુસ્લિમો હતા, જે કુલ વસ્તીના ત્રણ ટકા હતા. ૨૦૧૧ સુધીમાં તેમની વસ્તી ૨,૭૦૬,૦૬૬ એટલે કે કુલ વસ્તીના ૪.૮ ટકા હતી, જે એક દાયકામાં ૭૫ ટકાનો ઊછાળો દર્શાવે છે.

નવા આંકડા અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ૨૦૧૪માં ૩,૦૪૬, ૬૦૭ મુસ્લિમો હતા, જે કુલ વસ્તીના ૫.૪ ટકા છે. મુસ્લિમોની બહુમતી સંખ્યા (૧,૪૮૪,૦૬૦) યુરોપિયન યુનિયનની બહારથી આવેલી છે. નોંધપાત્ર બાબત એ છે કે સામાન્ય વસ્તીની સરખામણીએ મુસ્લિમ વસ્તી ઘણી યુવાન છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચારમાંથી એક મુસ્લિમ- ૭૪૬,૦૦૦- ની વય ૧૦ વર્ષથી ઓછી છે. સમગ્ર દેશમાં આ પ્રમાણ સાતમાંથી એકનું છે.

મુસ્લિમોની વધતી વસ્તીથી તેમને સામાન્ય પ્રવાહમાં લાવવા બાબતે ચિંતા પણ વધી છે. મધ્ય પૂર્વ અને નોર્થ આફ્રિકન દેશોમાંથી શરણાર્થીઓનો અભૂતપૂર્વ ધસારો થવા સાથે મુસ્લિમ વસ્તી પણ વધશે. યુકેમાં ઓક્ટોબર ૨૦૧૫ સુધીમાં રાજ્યાશ્રય માટે ૫૦૯૫ અરજી થઈ હતી.

------------------------------------------------

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં મુસ્લિમોની વસ્તી

૩.૦ મિલિયન  (૨૦૧૪ના તાજા આંકડા)

૫.૪ ટકા (કુલ વસ્તીના) અથવા ૨૦માંથી એક

પાંચ વર્ષ અગાઉ

૨.૭ મિલિયન (૨૦૧૧ના આંકડા)

૪.૮ ટકા (કુલ વસ્તીના) અથવા ૨૧માંથી એક

૧૫ વર્ષ અગાઉ

૧.૫ મિલિયન (૨૦૦૧ના આંકડા)

૩.૦ ટકા (કુલ વસ્તીના) અથવા ૩૦માંથી એક

૨૫ વર્ષ અગાઉ

૯૫૦,૦૦૦ (૧૯૯૧ના આંકડા)

૧.૯ ટકા (કુલ વસ્તીના) અથવા ૫૦માંથી એક

-------------------------------------------------

બરોમાં મુસ્લિમોની ઊંચી ટકાવારી

(૧) ટાવર હેમ્લેટ્સ, લંડન

      ૧૨૫,૮૦૯ ૪૫.૬ ટકા

(૨) ન્યૂહેમ, લંડન

      ૧૩૩,૨૩૭ ૪૦.૮ ટકા

(૩) બ્લેકબર્ન, લેન્કેશાયર

      ૪૨,૫૯૯ ૨૯.૧ ટકા

(૪) સ્લાઉ, બર્કશાયર

      ૩૭,૬૬૩ ૨૬ ટકા

(૫) લુટન, બેડફર્ડશાયર

       ૫૪,૦૩૪ ૨૫.૭ ટકા

(૬) બર્મિંગહામ, ૨૩ ટકા

(૭) લેસ્ટર, ૨૦ ટકા

(૮) માન્ચેસ્ટર, ૧૮ ટકા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter