યુકેમાં વોટ્સએપ પર પ્રતિબંધ લદાય તેવી શક્યતા

યુકે સરકાર એપ પર એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન સુવિધાને નબળી બનાવવા દબાણ કરી શકે છે

Tuesday 14th March 2023 14:39 EDT
 
 

લંડન

વોટ્સઅપના વડાએ ચેતવણી આપી છે કે યુકેમાં વોટ્સએપ પર પ્રતિબંધ મૂકાઇ શકે છે. પેરેન્ટ કંપની મેટા ખાતે વોટ્સએપના વડા વિલ કેથકાર્ટે જણાવ્યું હતું કે, યુકેનો આગામી ઓનલાઇન સેફ્ટી ખરડો એપની સર્વિસ પરના મેસેજને સિક્યોર રાખતી સુવિધા એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શનને નબળી બનાવવા એપ પર દબાણ કરી શકે છે. જો સરકાર સિક્યુરિટીને નબળી બનાવવા કંપની પર દબાણ કરશે તો વોટ્સએપ તેનો ઇનકાર કરી દેશે જેના કારણે યુકેમાં વોટ્સએપ પર પ્રતિબંધ લદાય તેવી સંભાવના છે.

વોટ્સએપ પર એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન એક એવી સુવિધા છે જેમાં ફક્ત મેસેજ કરનાર અને મેળવનાર વ્યક્તિ જ તે મેસેજ જોઇ શકે છે. વોટ્સએપ પોતે પણ એ મેસેજ જોઇ શક્તી નથી. ટેકનોલોજી કંપનીઓ અને સિક્યુરિટી નિષ્ણાતો કહે છે કે મેસેજને હેકિંગ અને અન્ય જોખમોથી સુરક્ષિત રાખવા જરૂરી છે પરંતુ યુકેના અધિકારીઓની દલીલ છે કે ગેરકાયદેસર કન્ટેન્ટને સ્કેન કરવા માટે આ સુવિધાને હટાવવી જોઇએ.

કેટકાર્થે આઘાત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, યુકેની આ પ્રકારની પોલિસીને કારણે કંપનીને તેમાં જોડાવા દબાણનો સામનો કરવો પડી શકે છે. આગામી ખરડો એવું કોઇ આશ્વાસન આપતો નથી કે એપે તેની પ્રાઇવસી પોલિસીને નબળી બનાવવી પડશે નહીં. આ એક વિચારવા લાયક બાબત છે. વિશ્વભરમાં અમારો અનુભવ રહ્યો છે કે સરકારો તેમના નાગરિકોના મુક્તપણે વાતચીતના અધિકાર પર પ્રહાર કરતી રહી છે. જો યુકેની સરકાર પણ આ પ્રકારના બદલાવ કરશે તો અન્ય દેશો પણ વોટ્સએપ પર કોઇપણ પ્રકારના દબાણ લાવી શકે છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter