લંડનઃ એસ્ટેટ એજન્સી હેમ્પટન્સના એનાલિસિસ અનુસાર આ વર્ષે ભારતીયો બ્રિટનમાં બાય ટુ લેટ કંપનીઓમાં સૌથી મોટા નોન-યુકે શેર હોલ્ડર્સ બની રહ્યાં છે. ભારતીયો બાદ બીજા સ્થાને નાઇજિરિયન, ત્રીજા સ્થાને પોલિસ અને ચોથા સ્થાને આઇરિશ રહ્યાં છે. 2023થી ભારતીયો પ્રથમ સ્થાન જાળવી રહ્યાં છે. 2022માં ભારતીયો બીજા સ્થાને રહ્યાં હતાં.
2025ના પ્રથમ 6 મહિનામાં ભારતીયોએ 684 નવી બાય ટુ લેટ કંપનીઓની સ્થાપના કરી હતી. સૌથી વધુ કંપનીઓની નોંધણી હિલિંગટન વિસ્તારમાં થઇ હતી. નાઇજિરિયન દ્વારા 647 નવી કંપનીની સ્થાપના કરાઇ હતી. બાય ટુ લેટ કંપનીઓ રેસિડેન્સિયલ રેન્ટલ પ્રોપર્ટીની ખરીદી અને મેનેજમેન્ટ કરતી સ્પેશિયલ પરપઝ કંપનીઓ હોય છે.
2016માં યુરોપિયન યુનિયનના નાગરિકોનો હિસ્સો 65 ટકા હતો જે આ વર્ષે ઘટીને 49 ટકા પર આવી ગયો હતો. 2016માં આઇરિશ, અમેરિકન, સાઉથ આફ્રિકન અને ઓસ્ટ્રેલિયન ટોપ ટેનમાં સામેલ હતા પરંતુ 2025 સુધીમાં ફક્ત આઇરિશ જ ટોપ ટેનમાં પોતાનું સ્થાન જાળવી શક્યાં છે.

