યુકેમાં સૌથી સમૃદ્ધ અને સફળ ઇન્ડિયન ડાયસ્પોરા

બીજા વિશ્વયુદ્ધ બાદ બ્રિટિશ અર્થતંત્ર, જાહેર સેવા, મેન્યુફેક્ચરિંગ, બિઝનેસ, ટેકનોલોજી સેક્ટરોમાં ભારતીય સમુદાયનું યોગદાન અભૂતપૂર્વ

Tuesday 10th February 2026 09:43 EST
 
 

લંડનઃ યુકેમાં ભારતીય સમુદાય આર્થિક રીતે સૌથી વધુ સફળ થનાર માઇગ્રન્ટ ગ્રુપ તરીકે ઉભરી આવ્યો છે. એક નવા અભ્યાસમાં ભારતીય સમુદાયના બ્રિટિશ અર્થતંત્ર, જાહેર સેવાઓ અને આંતરરાષ્ટ્રીય પ્રભાવમાં અદ્દભૂત યોગદાનની પ્રશંસા કરાઇ છે.

એસ્ટોન યુનિવર્સિટી અને એક એડવર્ટાઇઝિંગ એજન્સી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં લેબર માર્કેટ અને ઇકોનોમિક ડેટાની સમીક્ષા કરી ભારતીયોને યુકેમાં સૌથી વધુ સફળ ગણાવવામાં આવ્યાં છે. ભારતીય સમુદાયમાં રોજગારનું પ્રમાણ અત્યંત ઊંચુ છે, તેઓ મજબૂત શૈક્ષણિક સિદ્ધીઓ ધરાવે છે અને સફળતા માટે તેમની ઉદ્યોગ સાહસિકતાને જવાબદાર ગણાવવામાં આવી છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય મૂળના પ્રોફેશનલ્સ બ્રિટનના ટેકનોલોજી અને આઇટી વર્કફોર્સનો મોટો હિસ્સો છે. ભારતીયોની માલિકીની કંપનીઓ અને પ્રોફેશનલ નેટવર્ક્સ બ્રિટનમાં રોજગારની તકો સર્જવા, સ્કીલ ડેવલપમેન્ટ મજબૂત બનાવવા અને નોલેજ એક્સચેન્જમાં મહત્વની ભુમિકા ભજવી રહ્યાં છે.

સ્ટડી અનુસાર ઇન્ડિયન ડાયસ્પોરા યુકેની વિકાસ ગાથામાં વણાઇ ગયો છે. ભારતીયોના બિઝનેસો, રિસર્ચ માટેના પ્રયાસો અને ઇનોવેટિવ નેટવર્ક્સે દેશના ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. આર્થિક યોગદાન સાથે ભારતીયોની એક પછી એક પેઢી બ્રિટનની પબ્લિક સર્વિસિઝને પણ મજબૂત બનાવી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter