યુકેમાં હિન્દુ મહિલાની સમસ્યા સમજવા વિશે સર્વેક્ષણ

Friday 05th December 2014 07:47 EST
 

સંસ્થાના ચેરમેન હીના સોલંકીએ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ‘આ સર્વે અમને હિન્દુ સ્ત્રીઓની જરૂરિયાતો સાથે સંકળાયેલા કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જવામાં મદદ કરશે. અમે તેમની જરૂરિયાતો સાંભળવા અને સમજવા ઈચ્છીએ છીએ. હિન્દુ સ્ત્રીઓને અમારા વેબિનાર (વેબસાઇટ પર યોજાતા સેમિનાર)નો મહત્તમ લાભ મળે તે માટે અમારે તેમને પહેલા સાંભળવાની જરૂર છે.’
બ્રિટનમાં હિન્દુ સ્ત્રીઓની જરૂરિયાતોના સંદર્ભે હિન્દુ વિમેન્સ કન્વેન્શન (HWC) સંસ્થા એપ્રિલ ૨૦૧૩માં લોન્ચ કરવામાં આવી છે. સંસ્થાની કમિટીમાં સ્મિતા શાહ, દીપવંદના શાહ, શિવાની પાલા, બંસરી લાખાણી અને ઝિના પરમારનો સમાવેશ થાય છે.
હિન્દુ સ્ત્રીઓ માટે મજબૂત અને સંપૂર્ણ મંચના નિર્માણની મહત્ત્વાકાંક્ષા દર્શાવતા હીના સોલંકીએ ઉમેર્યું હતું કે, ‘સમુદાયની સ્ત્રીઓ સામે અત્યારે ગ્રૂમિંગ, બળાત્કાર, ધર્માન્તર, બળજબરીથી લગ્ન, ઘરેલુ હિંસા સહિતની અનેક સમસ્યાઓ છે. અમારી પાસે કારકિર્દી, લગ્નો, માતાઓ અને અન્ય બાબતો પરત્વે નિષ્ણાત સલાહકારો પણ છે.’ આ સંસ્થા વિશે તમે www.hinduwomen.org.uk પરથી વધુ જાણકારી મેળવી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter