યુકેમાં ૫૦૦,૦૦૦ લોકો પર મંડરાતો ખતરો

Wednesday 04th March 2020 04:59 EST
 
 

લંડનઃ કોરોનાવાઈરસ - COVID-19 જે પ્રમાણે સમગ્ર યુરોપમાં પ્રસરી રહ્યો છે તેને જોતાં સરકારી રિપોર્ટમાં સૌથી ખરાબ સંજોગોમાં યુકેમાં ૫૦૦,૦૦૦ લોકોના મોત થઈ શકે તેવી ચેતવણી આપવામાં આવી છે. સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે તેમની ધારણા આમ થવાની નથી પરંતુ, દરેક પરિસ્થિતિ માટે તૈયારી રાખવી જોઈએ. સરકારી પ્લાનિંગ મેમોમાં એવી દહેશત વ્યક્તિ કરવામાં આવી છે કે સૌથી ખરાબ સંજોગોમાં ૮૦ ટકા અથવા પાંચમાંથી ચાર બ્રિટિશરોને કોરોનાવાઈરસનો ચેપ લાગી શકે છે અને ૫૦૦,૦૦૦ લોકોના મોત પણ થઈ શકે છે. ડોક્યુમેન્ટ જણાવે છે કે જો કોરોનાવાઈરસ યુકેમાં ગંભીરપણે ફેલાય તો ચેપગ્રસ્ત બ્રિટિશરોના ત્રણ ટકા સુધી મોત થઈ શકે છે જેમાં મોટા ભાગના વયોવૃદ્ધ અને અશક્ત હશે.

હવે ફ્લુ જેવાં લક્ષણો ધરાવતા હજારો બ્રિટિશ દર્દીઓને જીપી સર્જરીઓમાં સામૂહિક પરીક્ષણો હાથ ધરવામાં આવ્યાં છે. ઈટાલીમાં વીકએન્ડ દરમિયાન સેંકડો લોકો બીમાર પડ્યા છે તેવો રોગવિસ્ફોટ યુકેમાં ન થાય તે માટે દર્દીઓને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ શોધપદ્ધતિઓ તૈયાર કરી રહી છે અને છાતીમાં ગંભીર દુઃખાવા સાથેની કોઈ પણ વ્યક્તિનું તેઓ જોખમી દેશમાં ગયા હોય કે નહિ, આઠમાંથી એક NHS હોસ્પિટલ અથવા આશરે ૧૦૦ જીપી પ્રેક્ટિસીસ ખાતે જીવલેણ ચેપ માટે પરીક્ષણ કરવામાં આવશે.

યુરોપમાં સૌપ્રથમ ઈટાલીમાં કોરોનાવાઈરસના ગંભીર ચેપની અસર જોવાં મળી છે. ૨૦૦૦થી વધુ ચેપગ્રસ્તોમાંથી ૫૨ વ્યક્તિના મોત થયાં છે. ઈટાલી ઉપરાંત, ઓસ્ટ્રીઆ, ક્રોએશિયા, સ્વિટ્ઝર્લેન્ડ, જર્મની, ફ્રાન્સ, સ્પેન, સ્વીડન, બેલ્જિયમ અને ફીનલેન્ડમાં પણ કોરોનાવાઈરસ ફેલાયો છે. યુકેમાં પણ મોટા પ્રમાણમાં ચેપ ફાટી ન નીકળે તેના ચાંપતા પગલાં લેવાઈ રહ્યાં છે ત્યારે વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે હજારો પેશન્ટ્સને કોરોનાવાઈરસ હોવાં છતાં તેના લક્ષણો જોવાં ન મળે તેમ પણ બની શકે છે.

૭૦થી વધુ દેશમાં ‘COVID-19’નો પ્રકોપ

ચીનના વુહાનથી ઉદભવેલા કોરોનાવાઈરસ ‘COVID-19’નો પ્રકોપ વિશ્વના ૭૦થી વધુ દેશમાં ફેલાઈ રહ્યો છે અને વધુ દેશો તેની ઝપેટમાં આવતા જાય છે. આ ઉપરાંત, ડાયમન્ડ પ્રિન્સેસ જહાજ (૭૦૫ કેસ-૬ મોત), જર્મની (૧૫૯), સિંગાપોર (૧૦૮), ફ્રાન્સ (૧૯૧-૩ મોત), હોંગ કોંગ (૧૦૦-બે મોત), કુવેત- બહેરિન (૧૦૫), સ્પેન (૧૨૦), યુએસએ (૧૦૧-૬ મોત), નાઈજિરિયા (૪૫), થાઈલેન્ડ (૪૩- એક મોત), તાઈવાન (૪૧- એક મોત), યુકે (૪૦), કેનેડા (૨૭), સ્વીટ્ઝર્લેન્ડ (૪૨), ઓસ્ટ્રીઆ (૧૮), સ્વીડન (૧૩), ક્રોએશિયા (૬), ફિનલેન્ડ (૫), ભારત (૫), બેલ્જિયમ (૨) સહિતના દેશો પણ તેની જીવલેણ અસર અનુભવી રહ્યા છે. કુલ ૮૮,૦૦૦થી વધુ લોકો ચેપગ્રસ્ત થવા સાથે ૩,૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ સાથે મુખ્ય દેશોમાં તેની અસરની આંકડાકીય માહિતી આપી છે.

દેશ કેસ મોત

કુલ ૯૨૮૬૧ ૩૧૬૨

ચીન ૮૦૦૨૬ ૨૯૧૨

સાઉથ કોરિયા ૪૩૩૫ ૩૮

ઈરાન ૧૫૦૧ ૬૬

ઈટાલી ૨૦૩૬ ૫૨

જાપાન ૨૭૪ ૦૬

.. પણ તમે આ રીતે બચી શકશોઃ સાબુ અને પાણીથી હાથ ધોવાની પદ્ધતિ બોક્સ

 

વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઈડલાઈન્સ અનુસાર ચેપ લાગતો અટકાવવા કેવી રીતે સ્વચ્છતા જાળવી હાથની સફાઈ રાખવી તેની પદ્ધતિ આ સાથે દર્શાવવામાં આવી છેઃ

() સૌપહેલા પાણીથી હાથ ભીના કરો

() હાથની બધી સપાટીને આવરી લેવાય તે રીતે પૂરતો સાબુ લગાવો

() હાથની બંને હથેળીઓને બરોબર રગડો

() એક હાથની હથેળીથી બીજા હાથના પાછળના હિસ્સાને રગડો અને આંગળીઓની અંદર પણ ઘસો

() આંગળીઓ એકબીજા પરોવી હથેળીથી હથેળી બરાબર રગડો

() સામસામે હથેળીથી આંગળી એકબીજામાં પરોવી આંગળીઓના પાછલા હિસ્સાને રગડો

() અંગૂઠાને બીજી હથેળીમાં રાખી તેને ગોળાકાર ફેરવો. આમ બંને અંગૂઠા સાથે કરો

() આંગળીઓના ઉપલા હિસ્સાને સામેની હથેળીમાં રાખી ગોળાકાર ફેરવો

() હાથના દરેક કાંડાને બીજા હાથથી રગડો

(૧૦) હાથને પાણીથી બરાબર ધૂઓ

(૧૧) કોણીના ઉપયોગથી નળ બંધ કરો

(૧૨) સિંગલ-યુઝ ટોવેલથી હાથને બરાબર ચોખ્ખાં કરો

(૧૩) હાથ ધોવામાં ૧૫થી ૩૦ સેકન્ડ લાગવી જોઈએ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter