યુકેમાંચિલિંગ બ્લાસ્ટ, તાપમાન માઇનસ 11 ડિગ્રી પર ગગડ્યું, અકસ્માતોની વણઝાર સર્જાઇ

Wednesday 18th January 2023 06:14 EST
 
 

લંડન

યુકેમાં સોમવાર રાતથી શરૂ થયેલા સ્નો સ્ટોર્મના કારણે તાપમાન માઇનસ 11 ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી ગગડી ગયું હતું. હિમવર્ષાના કારણે સડકો લપસણી બનતાં થોડાં જ કલાકોમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી. સમરસેટમાં 80 કન્સ્ટ્રક્શન કામદારોની લઇ જતી ડબલડેકર બસ પલટી ખાઇ જતાં એ39ને બંધ કરવાની ફરજ પડી હતી. સસેક્સમાં એક ટ્રક અકસ્માતગ્રસ્ત થતાં એ28ને બંધ કરી દેવાયો હતો. શેપ્ટન મેલેટમાં પણ એક ટ્રક ઉથલી પ઼ડયો હતો. બ્લેકપૂલમાં એક બસ સડક પરથી લપસીને વીજળીના થાંભલા સાથે ટકરાઇ પડી હતી. થોડા જ કલાકોમાં સડકો પર 100થી વધુ અકસ્માતો સર્જાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter