યુક્રેન કટોકટીઃ ફ્યૂલના ભાવ આસમાને

Wednesday 09th March 2022 04:14 EST
 
 

લંડનઃ યુક્રેન કટોકટીની સૌથી મોટી અસર પેટ્રોલ પમ્પ્સ પર જોવા મળી છે. આસમાને જતા પેટ્રોલના ભાવના કારણે વાહનચાલકો પ્રતિ ગેલન 7 પાઉન્ડની અભૂતપૂર્વ ઊંચી કિંમત ચૂકવી રહ્યા છે. ગયા વર્ષે દેશ મહામારીમાં સપડાયો હતો ત્યારે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 123.7 પેન્સ હતી. હવે મોટરવે સર્વિસ સ્ટેશન્સ પર ડ્રાઈવર્સ પ્રતિ લીટર 170 પેન્સ ચૂકવી રહ્યા છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે ત્યારે ચાન્સેલર સુનાક 20 ટકાનો VAT ઘટાડે તેવી માગણી થઈ રહી છે.

યુકેમાં મોટરિસ્ટોએ શનિવાર 5 માર્ચે સૌપ્રથમ વખત પેટ્રોલનો પ્રતિ ગેલન 7 પાઉન્ડનો ભાવ ચૂકવ્યો હતો. યુકેમાં આપણે માનીએ કે માનીએ, સાદા અનલીડેડ પેટ્રોલની સરેરાશ કિંમત ઉછળીને પ્રતિ લીટર 154પેન્સ થઈ ગઈ હતી જેનો દોષ તાજેતરમાં ક્રુડ ઓઈલના ઊંચા ગયેલા ભાવ પર ઢોળાયો હતો. ગત વીકેન્ડ પછી પેટ્રોલની કિંમતમાં 5પેન્સ વધી ગયા હતા અને હવે તેનો ભાવ પ્રતિ લીટર 158પેન્સ થઈ ગયો છે.

એક વર્ષ અગાઉ, દેશ મહામારીમાં જકડાયો હતો ત્યારે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 123.7પેન્સ-પ્રતિ ગેલન 5.62 પાઉન્ડ અને ડિઝલનો ભાવ કિંમત પ્રતિ લીટર 126.83પેન્સ હતો. ગયા વર્ષના સ્પ્રિંગમાં 55 લીટરની આખી ટાંકી ભરાવવાના ખર્ચ 68 પાઉન્ડની સરખામણીએ હવે 17 પાઉન્ડ વધુ એટલે કે 85 પાઉન્ડ ખર્ચવા પડે છે. સુપરમાર્કેટ્સ કરતાં બીપી, શેલ અને ટોટલ સહિતના પોરકોર્ટ્સ પર પેટ્રોલ પુરાવવું વધુ મોંઘુ પડે છે. મોટરવે સર્વિસ સ્ટ્શન્સ પર પેટ્રોલ ભરાવતા વાહનચાલકો સરેરાશ પ્રતિ લીટર 170 પેન્સ ચૂકવે છે. પેટ્રોલ પ્રતિ ગેલન6 પાઉન્ડનો આંક વટાવી ગયાને લગભગ એક દસકો વીતી ગયો છે. છેક 1979માં 1 ગેલન પેટ્રોલની કિંમત1 પાઉન્ડ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter