યુક્રેન માટેની સહાયમાં ભારે વિલંબઃ પોર્ટ પર ટ્રક્સ પડી રહી

Wednesday 09th March 2022 02:24 EST
 

લંડનઃ યુદ્ધગ્રસ્ત યુક્રેનના લોકોને સહાય મોકલવા માટે પ્રયાસ કરી રહેલા ચેરિટી વર્કર્સ પાસે સહાયનો જથ્થો હાજર છે પરંતુ, બ્રેક્ઝિટ પછીની ચકાસણીના કારણે પોર્ટ ઓફ ડોવરમાં દિવસોથી ટ્રક્સ પડી રહી છે. લેવિશામ પોલીશ સેન્ટર પાસે દાનનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ, આગળ મોકલી શકાતું નથી.

સાઉથ લંડનમાં લેવિશામ પોલીશ સેન્ટર ચલાવતાં એજ્નિસ્કા લોકાજે સોમવારે જણાવ્યું હતું કે તેમની સંસ્થા પાસે પાંચ ટન સહાયનો જથ્થો તૈયાર છે પરંતુ, પેપરવર્કની ભારે ગૂંચવણના કારણે યુરોપિયન યુનિયનની યુકેની સરહદ પસાર કરવામાં ભારે મુશ્કેલી નડી રહી છે. લેવિશામ પોલીશ સેન્ટર દ્વારા એકત્ર કરાયેલી તબીબી સહાયની આઈટમ્સ સહિતની ચીજવસ્તુઓ ભરેલી ત્રણ ટ્રક ગત સપ્તાહે બે દિવસથી ડોવર પોર્ટ પર પડી રહી છે. આ નિકાસ માત્ર ડોનેશન છે, પુનઃવેચાણ નથી તે સમજાવતા નાકે દમ આવ્યો છે. જો બોર્ડર પર સહાયનો જથ્થો દિવસો સુધી પડી રહેવાનો હોય તો ડ્રાઈવર્સને ત્યાં મોકલવાનો કોઈ અર્થ રહેતો નથી. બ્યૂરોક્રસી સાથે કામ પાડવામાં સમય અને નાણા વેડફાઈ રહ્યા છે.

યુકેએ ઈયુ છોડવાના પરિણામે, બંને તરફ આવતા-જતાં માલસામાનની ભારે ચકાસણી કરાય છે. ઈયુએ તેના નિયમો જાન્યુઆરી 2021માં અમલી બનાવ્યા હતા પરંતુ, યુકે સરકાર ભારે વિલંબ કરી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter