યુગાન્ડાની સમલિંગી મહિલાને યુકે પાછી લવાશે

Wednesday 17th July 2019 03:02 EDT
 
 

લંડનઃ યુકેમાં એક પુરુષ સાથે સૂતેલી ઝડપાયા બાદ દેશનિકાલ કરી દેવાયેલી અને યુકેમાં આશ્રય મેળવવા માગતી યુગાન્ડાની ૨૬ વર્ષીય સમલિંગી મહિલાને પાછી લાવવા માટે કરદાતાઓના હજારો પાઉન્ડનો ખર્ચ કરવામાં આવશે.

અગાઉ આ મહિલા લગભગ દસ વર્ષ પહેલા યુકે આવી ત્યારે તેને ગેરકાયદે અટકમાં લઈને દેશનિકાલ કરી દેવાતા હાઈકોર્ટે તે સરકાર પાસેથી નાણાંકીય વળતરનો દાવો કરવા માટે હકદાર હોવાનો ચૂકાદો આપ્યો હતો.

તાજેતરમાં જસ્ટિસ લુઈસે ચૂકાદો આપ્યો હતો કે મહિલાને પોતે યુગાન્ડામાં સમલૈંગિક સંબંધમાં હતી તેમ દર્શાવતો પૂરાવો રજૂ કરવાની તક આપવાનો ઈનકાર કરાયો હતો. યુગાન્ડામાં સમલૈંગિકતા ગેરકાયદે છે અને ૨૦૧૪માં પસાર થયેલા સમલૈંગિક કાયદામાં મૃત્યુદંડની સજાની જોગવાઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter