યુદ્ધવિધવાઓ માટે પેન્શન પેનલ્ટી રદઃ

Friday 05th December 2014 07:11 EST
 

• એક ચુંબન એટલે ૮૦ મિલિયન બેક્ટેરિયાની હેરફેરઃ પ્રેમથી સંમોહિત સ્ત્રી-પુરુષમાં ૧૦ સેકન્ડના પ્રગાઢ ચુંબન સામાન્ય છે, પરંતુ ૧૦ સેકન્ડના ચુંબનમાં ૮૦ મિલિયન બેક્ટેરિયાની હેરફેર થતી હોવાનું ડચ વિજ્ઞાનીઓએ જણાવ્યું છે. વિજ્ઞાનીઓએ ૨૧ યુગલોના ચુંબન કરવાની વર્તણૂક પર દેખરેખ રાખી હતી. તેમણે જણાવ્યું હતું કે જે યુગલ દિવસમાં નવ વખત ચુંબન કરતા હોય તેમની લાળના બેક્ટેરિયાની આપ-લે થતી હોય છે. માઈક્રોબાયોમ જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર મોંની અંદર ૭૦૦થી વધુ પ્રકારના બેક્ટેરિયા વસે છે, જેમાનાં કેટલાંકની ઘણી સરળતાથી હેરફેર થતી હોય છે.

• બ્રિટિશ મૂલ્યો શીખવવાના નિયમો સામે ચર્ચની ચેતવણીઃ શાળાઓને બ્રિટિશ મૂલ્યો શીખવવાનું જણાવતા નિયમો વફાદારીની પરીક્ષા બની રહેવા ન જોઈએ તેવી ચેતવણી ચર્ચ ઓફ ઈન્ગલેન્ડે આપી છે. આના બદલે શાળાઓએ બાળકોને બહારની વ્યક્તિને ગળે લગાવવા તેમ જ અંતરાત્માના અવાજને આધારિત વિચારભેદનું મહત્ત્વ સમજવા શીખવવું જોઈએ. ચર્ચ ઓફ ઈન્ગલેન્ડની ૪,૭૦૦ સરકારી શાળાઓના સંચાલન માટે જવાબદાર નેશનલ સોસાયટીએ શાળામાં ફરજિયાત બ્રિટિશ મૂલ્યો શીખવવાની સરકારની યોજના અંગે ચિંતા દર્શાવતું પેપર સુપરત કર્યું છે.
• ઘરમાં એકલા રખાતાં નાના બાળકોને રક્ષવા કાયદાની માગઃ મોટા ભાગના પેરન્ટ્સ માને છે કે ૧૨ વર્ષથી ઓછી વયના બાળકોને ઘરમાં એકલા છોડી જવાના કૃત્યને ક્રિમિનલ અપરાધ ગણવું જોઈએ. ધ ટાઈમ્સ દ્વારા પેરન્ટ્સના કરાયેલા પોલમાં જાણવા મળ્યું છે કે બે તૃતીઆંશ પેરન્ટ્સે સરકાર લઘુતમ વયમર્યાદા બાંધે તેવી તરફેણ કરી હતી. અત્યારે તો બાળકને ઘેર રાખવાનું સલામત છે કે નહિ તે પરિવારો જ નક્કી કરતાં હોય છે. આ પોલમાં ૧૨ વર્ષના બાળકને એક કલાક એકલાં ઘેર મૂકી જવાનું સલામત હોવાનો મત ૬૧ ટકા પેરન્ટ્સે વ્યક્ત કર્યો હતો.
• યુકે ઈયુને ૮૫૦ મિલિયન પાઉન્ડની રકમ જ ચૂકવશેઃ બ્રિટનનો યુરોપિયન યુનિયનના ૧.૭ બિલિયન પાઉન્ડના વિવાદાસ્પદ બિલ મુદ્દે વિજય થયો છે અને હવે તે અડધી જ ૮૫૦ મિલિયન પાઉન્ડની રકમ ચૂકવશે. ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ને જણાવ્યું હતું કે યુકે આ રકમ આગામી વર્ષના જુલાઈ અને સપ્ટેમ્બર માસના બે હપ્તામાં ચૂકવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter