યુનિવર્સિટી ક્રેડિટ રૂલ્સમાં બદલાવ થતાં હજારો પર નોકરી શોધવાનું દબાણ સર્જાશે

સપ્ટેમ્બરથી નવી વહીવટી આવક મર્યાદા લાગુ થતાં તાત્કાલિક નોકરી શોધવી પડશે

Wednesday 17th August 2022 05:34 EDT
 

લંડન

આગામી મહિનાથી અમલમાં આવી રહેલા નવા યુનિવર્સિલ ક્રેડિટ રૂલ્સના કારણે હજારો દાવેદારો પર કામ શોધવાનું પ્રચંડ દબાણ સર્જાશે. નવી વહીવટી આવક મર્યાદા સપ્ટેમ્બર મહિનાથી અમલમાં આવી રહી છે. તેનો અર્થ એ થયો કે કશું પણ ન કમાતા દાવેદારો અથવા તો મર્યાદા કરતા ઓછી આવક ધરાવનારા દાવેદારોને તાત્કાલિક રોજગારની શોધ કરવી પડશે. કામ કરવાની ક્ષમતા પર અસર ન કરે તેવી બિમારીઓના કારણ આપનારાને નોકરી મેળવવા માટે ફેસ ટુ ફેસ ઇન્ટર્વ્યુનો સામનો કરવો પડશે. સપ્ટેમ્બરમાં વહીવટી આવક મર્યાદામાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેના કારણે 1,14,000 લોકો આ કેટેગરીમાં આવી જશે જેમને રોજગારની તાત્કાલિક શોધ ચલાવવી પડશે. તેનો અર્થ એ થયો કે તેમણે દર સપ્તાહે અથવા તો 15 દિવસે જોબ સેન્ટર ખાતે યોજાતા ઇન્ટર્વ્યુમાં હાજરી આપવી પડશે. ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શને જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનાથી સિંગલ દાવેદાર માટે વહીવટી આવક મર્યાદા 355 પાઉન્ડથી વધારીને 494 પાઉન્ડ અને કપલ માટેની મર્યાદા 567 પાઉન્ડથી વધારીને 782 પાઉન્ડ પ્રતિ માસ કરવામાં આવી રહી છે. વિભાગના સેક્રેટરી થેરેસે કોફીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા નિયમોમાં થઇ રહેલા બદલાવના કારણે દાવેદારો ઝડપથી નોકરી કરતા થઇ જશે અને નોકરીદાતાઓને પણ તેમની જરૂરીયાત પ્રમાણે કર્મચારીઓ ઉપલબ્ધ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter