લંડનઃ ઈંગ્લેન્ડમાં આગામી શૈક્ષણિક વર્ષ માટે યુનિવર્સિટી ટ્યૂશન ફીની મહત્તમ મર્યાદા ૯,૨૫૦ પાઉન્ડ સ્થગિત કરાઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન (DfE) દ્વારા જણાવાયું કે ફીમાં ઘટાડા અંગે લાંબા ગાળાનો નિર્ણય આગામી કોમ્પ્રિહેન્સીવ સ્પેન્ડિંગ રિવ્યૂ સુધી મુલતવી રખાયો છે. પરંતુ, શિક્ષણ ક્ષેત્રના ગ્રૂપ્સે જણાવ્યું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને મદદ કરવાની તક વેડફી રહી છે.
મિનિસ્ટરોએ એડલ્ટ લર્નર્સ માટે સ્ટુડન્ટ લોન સહિત પોસ્ટ-૧૬ વોકેશનલ એજ્યુકેશનને સુધારવા માટેની યોજના પણ ઘડી કાઢી હતી. DfEએ પણ યુનિવર્સિટીમાં લાગૂ થનારી કથિત પોસ્ટ ક્વોલિફિકેશન એડમિશન્સ સિસ્ટમ માટે ટાઈમટેબલમાં ફેરફાર અંગે કન્સલ્ટેશન પણ શરૂ કર્યું છે. તેનો અર્થ એ કે વિદ્યાર્થીઓના એડમિશન અટકળો પર આધાર રાખીને નહીં પણ તેમણે મેળવેલા ગ્રેડના આધારે અપાશે.
ફાઈનાન્સ એક્સપર્ટ ફિલીપ ઔગર તરફથી સરકાર દ્વારા સીમાચિહ્ન રિવ્યૂની પ્રતિક્રિયામાં સરકારે ૧૮થી વધુ વય માટે ઉચ્ચ શિક્ષણમાં સુધારાનું આયોજન પણ ઘડી કાઢ્યું હતું. તેની ભલામણો મે ૨૦૧૯માં પ્રકાશિત થઈ હતી.
આ આયોજિત સુધારામાં ઉચ્ચ શિક્ષણના ચાર વર્ષ સુધી વિદ્યાર્થીને લોન મળી રહે તે માટે અને STEM વિષયોના ફંડિંગને પ્રાથમિકતા આપવા નેશનલ સ્કીલ ફંડ મારફતે એડલ્ટ લર્નર્સ માટે ટેક્નિકલ ક્વોલિફિકેશન્સ માટે ૨.૫ બિલિયન પાઉન્ડ ઉપલબ્ધ કરાવવાનો સમાવેશ થાય છે.
પરંતુ, ઔગર રિવ્યૂમાં મિનિમમ એન્ટ્રી સ્ટાન્ડર્ડ્સ અને યુનિવર્સિટીમાં ફાઉન્ડેશનના વર્ષોમાં સુધારા અમલી બનાવવા સાથે ટ્યૂશન ફી ઘટાડીને ૭,૫૦૦ પાઉન્ડ કરવીની ભલામણ કરાઈ હતી તેને આમાં ધ્યાને લેવાઈ નથી.
DfEએ જણાવ્યું કે કોરોના મહામારીને ધ્યાને લેતા ફૂલ રિવ્યૂ પૂરો કરવાનો આ યોગ્ય સમય નથી.













