યુરોપના પગલે યુકેમાં કોવિડની ત્રીજી લહેરની બોરિસની ચેતવણી

Wednesday 24th March 2021 07:16 EDT
 
 

લંડનઃ યુરોપમાં પરિસ્થિતિ ખરાબ છે ત્યારે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને યુકેમાં કોવિડની ત્રીજી લહેર ત્રાટકવાની ચેતવણી આપી છે. જ્હોન્સને સોમવાર, ૨૨ માર્ચે લેન્કેશાયરના પ્રેસ્ટનમાં જાહેર સમારંભમાં કહ્યું હતું કે યુરોપમાં કોવિડની ત્રીજી લહેરની અસર ટુંક સમયમાં યુકેમાં પણ અનુભવાશે.

જ્હોન્સને જણાવ્યું હતું કે યુકે વેક્સિનેશન પ્રોગ્રામમાં આગળ વધી રહ્યું છે ત્યારે યુરોપ ખંડમાં લોકડાઉન્સ લદાઈ રહ્યા છે. પરંતુ, વેક્સિનેશન પ્રોગ્રામ્સ  આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ છે અને બધુ પાર પાડવા આંતરરાષ્ટ્રીય સાથ અને સહકારની આવશ્યકતા રહે છે. ઈંગ્લેન્ડમાં લોકડાઉનમાંથી બહાર નીકળવાનો રોડમેપ આગળ વધી રહ્યો છે અને પ્રથમ તબક્કાનું બીજું કદમ ૨૯ માર્ચ સોમવારથી અમલમાં આવશે.

તેમણે રિપોર્ટર્સના પ્રશ્નોનો ઉત્તર આપતા કહ્યું હતું કે યુરોપ ખંડમાં હાલ તમે જોઈ રહ્યા છો કે કોવિડનું ત્રીજું મોજું ત્રાટક્યું છે અને આ દેશના લોકોએ પણ ભ્રમમાં રહેવાની જરુર નથી. યુરોપમાં હાલત ખરાબ છે. ફ્રાન્સમાં ICU યુનિટ્સ ઉભરાઈ રહ્યા છે તેમજ જર્મની અને ઈટાલી નવેસરથી લોકડાઉનની વિચારણા કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter