યુવા અપરાધીઓ માટે ઈંગ્લેન્ડમાં સૌપ્રથમ સલામત સ્કૂલનું નિર્માણ

જેલની કોટડીની જગ્યાએ બેડરૂમમાં રહેવાની વ્યવસ્થા

Wednesday 03rd August 2022 02:47 EDT
 
 

લંડનઃ સૌથી ગંભીર ગુનાઓ માટે સજા કરાયેલાં બાળકોને ન્યાયમાં ક્રાંતિસ્વરૂપે ઈંગ્લેન્ડની સૌપ્રથમ સલામત સ્કૂલ ‘ઓએસિસ રિસ્ટોર’માં અગાધ પ્રેમથી સીંચવામાં આવશે જ્યાં તેમને જેલની કોટડીની જગ્યાએ બેડરૂમમાં રહેવા મળશે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસ દ્વારા આ સ્કૂલનું સંચાલનનો કોન્ટ્રાક્ટ ઓએસિસ એકેડેમીઝના સ્થાપક રેવ. સ્ટિવ ચાલ્કેને સુપરત કરાયો છે.

‘ઓએસિસ રિસ્ટોર’માં બગીચાઓનું લેન્ડસ્કેપિંગ ચેલ્સી ફ્લાવર શો એવોર્ડના વિજેતા દ્વારા કરાશે તેમજ સ્કેન્ડેનેવિયામાં આવેલી આ પ્રકારની થેરપ્યુટિક સંસ્થાઓ પર આધારિત હશે. યુથ ડિટેન્શન સેન્ટર મેડવે સિક્યોર ટ્રેનિંગ સેન્ટરને શોષખણના કૌભાંડોના પગલે માર્ચ 2020માં બંધ કરી દેવાયું હતું તે જગ્યાએ જ નવી સ્કૂલનું નિર્માણ કરાનાર છે. સિક્યોર સ્કૂલ 2020ના ઓટમમાં ખૂલ્લી મૂકાવાની હતી પરંતુ, હવે 2024ની શરૂઆતમાં બાળ અપરાધીઓની પ્રથમ બેચ મોકલાય તેવી શક્યતા છે. સ્કૂલ નિર્માણનો ખર્ચ 4.9 મિલિયન પાઉન્ડ હતો તે આકાશે આંબીને 36.5 મિલિયન સુધી પહોંચી જશે.

શાળામાં પ્રિઝન ગવર્નરના બદલે પ્રિન્સિપાલ ડાયરેક્ટર અને બાળકો પર ધ્યાન અને સંભાળ રાખવા ગાર્ડ્સના સ્થાને શિક્ષકો કામ કરશે. ઈંગ્લેન્ડમાં 52 ઓએસિસ એકેડેમીઝની દેખરેખ રાખતા ચાલ્કે કહે છે કે યુવા અપરાધીઓ નહિ પરંતુ, વિદ્યાર્થીઓ આપણી માફક સોફા અને કોફી ટેબલ્સ સાથેના ઘર અને બેડરૂમ્સમાં રહેશે. બેડરૂમ્સની બારીઓમાં સળિયા નહિ હોય પરંતુ, મજબૂત કાચથી સુરક્ષિત કરાશે. ડિઝાઈનથી માંડી કલર્સ, ફર્નિચર અને ગાર્ડન્સ અલગ પ્રકારના હશે જેનાથી બાળકોનો તણાવ ઘટાડવામાં અને તેમને શાંત રહેવામાં મદદ મળશે.

આ શાળામાં 12થી 18 વર્ષની વય સુધીના મહત્તમ49 બાળકોને સમાવી શકાશે. કયા બાળકોને આ શાળામાં મોકલવા તેનો નિર્ણય મિનિસ્ટ્રીના પ્લેસમેન્ટ બોર્ડ હસ્તક રહેશે. ‘ઓએસિસ રિસ્ટોર’માં મેથ્સ અને સાયન્સના વિષયો સહિત ઈંગ્લેન્ડનો સંપૂર્ણ અભ્યાસક્રમ ઉપરાંત, વિવિધ કૌશલ્ય શીખવાડાશે. બાળકો મ્યુઝિક સ્ટુડિયોમાં પોતાના ગાયનો પણ રેકોર્ડ કરી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter