લંડનઃ ટોરી પાર્ટીના પેન્શન સુધારાની સૌથી ખરાબ અસર યુવા વર્ગને થશે. હાલ ટ્વેન્ટીઝમાં રહેવા યુવા વર્ગને નિવૃત્તિવેળાએ સરકારી પેન્શનમાં ૧૯,૦૦૦ પાઉન્ડની ખોટ જશે તેમ કોમન્સના નવા અભ્યાસમાં સ્પષ્ટ થાય છે. ચાળીસીમાં રહેલાં લોકોને ૧૩,૦૦૦ પાઉન્ડ, જ્યારે ત્રીસીમાં રહેલાં લોકોને ૧૭,૦૦૦ પાઉન્ડની ખોટ પેન્શનમાં જવાનો અંદાજ છે.
ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન્સ દ્વારા સમર્થન અપાયું છે કે જૂની પદ્ધતિની સરખામણીએ નવી વ્યવસ્થામાં ૪૩ વર્ષની વયના લોકો ૨૦૪૦માં સરકારી પેન્શનની વયે પહોંચશે ત્યારે ૫૩ ટકા લોકોને ઓછું પેન્શન મળશે. એમ્પ્લોયમેન્ટ, સારસંભાળ જવાબદારી અથવા અક્ષમતા બેનિફિટિસ દ્વારા પણ લાંબા સમય સુધી પેન્શનફાળો ચુકવાતો હશે તેવા લોકોને નવા સિંગલ-ટીઅર કે ફ્લેટ રેટ પેન્શનમાં સૌથી ખરાબ અસર થશે.

