યોર્કશાયર ગ્રૂમિંગ કેસમાં 20 અપરાધીઓને કુલ 277 વર્ષની કેદ

Tuesday 26th May 2026 11:27 EDT
 
 

લંડનઃ વેસ્ટ યોર્કશાયર પોલીસના ઇતિહાસના સૌથી મોટા ગ્રૂમિંગ ગેંગ કેસમાં કોર્ટે 20 અપરાધીને કુલ 277 વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો 1995થી 2003 દરમિયાન કિર્કલીસ વિસ્તારમાં ત્રણ સગીરાઓને લલચાવી-ફોસલાવીને તેમના પર આચરવામાં આવેલા બળાત્કાર અને અત્યાચાર સાથે જોડાયેલો છે.

દોષિતો પૈકી મિરફિલ્ડના 53 વર્ષીય સાજિદ મજીદને સૌથી કડક 28 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તે ઉપરાંત મનફ હુસૈનને બળાત્કારના છ ગુનામાં 25 વર્ષ, તારિક આઝમને બળાત્કારના પાંચ ગુનામાં 24 વર્ષ, ઔરંગઝેબ આઝમને બળાત્કારના 10 ગુનામાં 20 વર્ષ, શકીલ હકને બળાત્કાર અને ગેરકાયદેસર અટકાયત માટે 19 વર્ષ અને રફીક પટેલને બળાત્કારના બે ગુના માટે 18 વર્ષની જેલ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ડ્યુસબરીના અંસાર મહમૂદ કય્યુમને બળાત્કાર માટે 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter