લંડનઃ યુકેમાં રમઝાનના પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખી GCSE અને એ-લેવલની પરીક્ષાઓનું સમયપત્રક બદલવામાં આવશે. ઘણા મુસ્લિમ વિદ્યાર્થીઓ પરીક્ષાના સમયમાં આવતા રમઝાન મહિનામાં ઉપવાસ રાખે છે, જેની અસર તેમના દેખાવ અને ગ્રેડ પર પડી શકે છે.
જોઈન્ટ કાઉન્સિલ ફોર ક્વોલિફિકેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે JCQ શક્ય હોય ત્યાં સુધી વિવિધ જૂથોની જરૂરિયાતોને ધ્યાનમાં લે છે. પરીક્ષાના ગાળામાં રમઝાનને ધ્યાનમાં લઈને વિવિધ મુસ્લિમ જૂથૌ સાથે સમયપત્રકને બદલવા અંગે વાતચીતો કરવામાં આવી હતી. પરીક્ષા સવારમાં અથવા બપોર પછી પણ રાખી શકાય. લિબરલ ડેમોક્રેટ પાર્ટીના નેતા ટીમ ફેરોને પરીક્ષા તારીખોમાં ફેરફારની સૂચિત દરખાસ્તને આવકારી હતી.

