રહસ્યમય વાયરસનો આતંક: 20થી વધુ બ્રિટિશરો દરિયામાં ફસાયા

Tuesday 05th May 2026 11:12 EDT
 

લંડનઃ એટલાન્ટિક મહાસાગરના પ્રવાસે નીકળેલું 'એમવી હોન્ડિયસ' ક્રુઝ શિપ હાલ ગંભીર આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યું છે. શિપ પર સવાર ત્રણ મુસાફરોના રહસ્યમય સંજોગોમાં મોત થયા બાદ ખળભળાટ મચી ગયો છે. હાલ આ જહાજ કેપ વર્ડેના દરિયાકાંઠે લાંગરવામાં આવ્યું છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રે તેને કિનારે આવવાની મંજૂરી આપવાનો ઈનકાર કરી દીધો છે.

આ સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે 68 વર્ષીય એક બ્રિટિશ પ્રવાસીનો 'હન્ટા વાયરસ' ટેસ્ટ પોઝિટિવ આવ્યો. ઉંદરો દ્વારા ફેલાતો આ વાયરસ જીવલેણ સાબિત થઈ શકે છે. આ પ્રવાસીને ગત 27 એપ્રિલે એરલિફ્ટ કરીને દક્ષિણ આફ્રિકા ખસેડાયા હતા, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

શિપનું સંચાલન કરતી કંપની 'ઓશનવાઈડ એક્સપિડિશન્સ'ના જણાવ્યા અનુસાર, શિપ પર સવાર એક બ્રિટિશ ક્રૂ મેમ્બરની તબિયત અત્યંત ગંભીર છે અને તેમને તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે. જોકે, કેપ વર્ડે પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના અધિકારી મારિયા દા લુઝે સ્પષ્ટ કર્યું છે કે, "સ્થાનિક વસ્તીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુસાફરોને જહાજમાંથી ઉતરવા દેવામાં આવશે નહીં."


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter