રાજ ખિરોયા થ્રી રિવર્સ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના અધ્યક્ષ નિમાયા

Tuesday 16th January 2024 12:06 EST
 

લંડનઃ ચોર્લીવૂડ સાઉથ અને મેપલ ક્રોસના કાઉન્સિલર રાજ ખિરોયા થ્રી રીવર્સ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલના અધ્યક્ષ નિયુક્ત થયાં છે. તેમણે કાઉન્સિલના અધ્યક્ષપદે 12 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ કર્યાં હતાં. ખિરોયાએ ઓક્ટોબરમાં અંગત કારણોસર રાજીનામુ આપનારા ફિલ વિલિયમ્સનું સ્થાન લીધું છે. રાજ ખિરોયા વિલિયમ્સની સાથે ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી ચૂક્યાં છે. 1969માં યુકેમાં આવીને સ્થાયી થયેલા ખિરોયાનો જન્મ યુગાન્ડામાં થયો હતો. તેઓ છેલ્લા 35 કરતાં વધુ વર્ષથી ચોર્લીવૂડમાં વસવાટ કરે છે. કાઉન્સિલર ખિરોયાએ જણાવ્યું હતું કે, અધ્યક્ષપદે મારી નિયુક્તિ સન્માનની વાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter