ઇન્ફોસિસના શેરમાં કડાકાના કારણે સુનાક પરિવારની સંપત્તિમાં 230 મિલિયન પાઉન્ડનું ધોવાણ

ઇન્ફોસિસના સ્થાપક નારાયણમૂર્તિની પુત્રી અક્ષતા સુનાકનો 600 મિલિયન પાઉન્ડનો હિસ્સો

Wednesday 20th July 2022 06:37 EDT
 
 

લંડન

બ્રિટનના પીએમ પદના મોટા દાવેદાર એવા રિશી સુનાકના ભારતીય સસરા નારાયણમૂર્તિ દ્વારા સ્થાપિત ઇન્ફોસિસના શેરમાં કડાકો બોલી જતાં રિશી સુનાકના પરિવારની સંપત્તિમાં 230 મિલિયન પાઉન્ડનો ઘટાડો થયો છે. આઇટી જાયન્ટ ઇ–ફોસિસમાં રિશી સુનાકની પત્નીનો મોટો હિસ્સો હોવાના કારણે સુનાક અઢળક સંપત્તિનો આનંદ માણી રહ્યા છે. ઇન્ફોસિસની સ્થાપના સુનાકની પત્ની અક્ષતાના પિતા એન આર નારાયણમૂર્તિ દ્વારા કરાઇ હતી. ઇન્ફોસિસમાં અક્ષતાની 0.93 ટકા હિસ્સેદારી છે. જ્યારે સુનાક દંપતીએ પોતાની રીતે પણ ઇન્ફોસિસના શેરોમાં રોકાણ કરી રાખ્યું છે.

છેલ્લા સાડા ત્રણ મહિનામાં ઇન્ફોસિસના શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 30 માર્ચે ઇન્ફોસિસના એક શેરની કિમત 25.14 ડોલર હતી જે 14 જુલાઇના રોજ 18.18 ડોલર પર આવી ગઇ હતી. શેરની કિંમતમાં ઘટાડાના કારણે કંપનીના માર્કેટ કેપમાં પણ અબજો ડોલરનો ઘટાડો થયો છે. સાથે સાથે અક્ષતાની સંપત્તિમાં પણ 230 મિલિયન પાઉન્ડનું ધોવાણ થયું છે. હાલ અક્ષતા ઇન્ફોસિસમાં 600 મિલિયન પાઉન્ડનો હિસ્સો ધરાવે છે. ધારણા કરતાં ઓછઓ નફો થયા બાદ એપ્રિલ મહિનાથી ઇન્ફોસિસના શેરોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

બ્રિટનમાં નોન ડોમ ટેક્સ સ્ટેટસ ધરાવતી હોવાની અક્ષતા સુનાકને એપ્રિલ મહિનામાં ફરજ પડ્યા બાદ તે ઇન્ફોસિસમાં આટલો મોટો હિસ્સો ધરાવે છે તે જાહેર થયું હતું. આ સ્ટેટસને કારણે અક્ષતાને દર વર્ષે એચએમઆરસીને લાખો પાઉન્ડ કર પેટે ચૂકવવામાંથી મુક્તિ મળી હતી. તે સમયે રિશી સુનાક ચાન્સેલરપદે હતા. આ ટેક્સ વિવાદને કારણે સુનાકની રાજકિય કારકિર્દી સામે મોટા પડકાર ઊભા થયા હતા. તેમની લોકપ્રિયતામાં પણ મોટો ઘટાડો થયો હતો.

--------------------------------------------

રવાન્ડા માઇગ્રન્ટ ડિપોર્ટેશન સ્કીમને રિશીનું સમર્થન

રિશી સુનાકે બોરિસ જ્હોનસન દ્વારા શરૂ કરાયેલી રવાન્ડા માઇગ્રન્ટ ડિપોર્ટેશન સ્કીમને સમર્થન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષા માટે ઇંગ્લીશ ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘૂસતી વિદેશીઓની ક્રિમિનલ ગેંગોને અટકાવવી અત્યંત જરૂરી છે. ટોરી લીડરશિપની રેસમાં રહેલા તમામ દાવેદારો આ સ્કીમનું સમર્થન કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter