વિદાય લઇ રહેલા જ્હોન્સન દ્વારા રાજકિય નિયુક્તિઓની તૈયારીની આકરી ટીકા

બોરિસની કચેરીઓ હાઉસ ઓફ લોર્ડ્સમાં નિયુક્તિઓની યાદી તૈયાર કરી

Wednesday 27th July 2022 06:39 EDT
 

લંડન

બ્રિટનમાં વિદાય લઇ રહેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને હાઉસ ઓફ લોર્ડ્સમાં થનારી નવી રાજકિય નિયુક્તિઓની તૈયારીઓ કરીને વિવાદનો નવો મધપૂડો છેડી દીધો છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં નવી નિયુક્તિઓ નવા વડા પ્રધાન પર છોડવી જોઇએ તેવી ચર્ચા રાજકિય વતૃળોમાં ચાલી રહી છે., પરંતુ 10 ડાઉનિંગ સ્ટ્રીટ આ નિયુક્તિઓને યોગ્ય ગણાવી રહી છે. આ યાદીની સાથે જ્હોન્સન તેમની ઓફિસમાં વ્યક્તિગત મદદ કરનારા લોકોને પરંપરાગત રાજીનામાનું સન્માન આપવાની તૈયારી પણ કરી રહ્યા છે. હાઉસ ઓફ લોર્ડ્સમાં નવા નિયુક્ત થનારાની યાદીમાં બ્રેક્ઝિટના કટ્ટર સમર્થક એવા ઇતિહાસકાર એન્ડ્રુ રોબર્ટ્સ, ટોરી પાર્ટીને દાન આપનારા અબજોપતિ દાતા માઇકલ હિન્ત્ઝ, ચર્ચિલના પૌત્ર સર નિકોલસ સોમેસ અને ડેઇલી મેઇના પૂર્વ તંત્રી પોલ ડેક્રેના નામની વિચારણા ચાલી રહી છે. અર્થશાસ્ત્રીઓ રૂથ લી અને ડેમ્બિસા મોયોનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે. ટોરી સૂત્રોના જણાવ્યા અનુસાર અલગથી તૈયાર થઇ રહેલી રાજીનામા સન્માનની યાદીમાં જ્હોન્સનના અત્યંત વફાદાર મનાતા કેબિનેટ મંત્રી નેડાઇન ડોરિસ અને નાઇજલ એડમ્સનો પણ સમાવેશ થઇ શકે છે. 10 ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા અનુસાર ઓનર્સ માટેની પસંદગી જાહેર અને રાજકિય સેવાઓને ધ્યાનમાં રાખીને કરાશે. યોગ્ય પ્રક્રિયા અનુસરીને જ આ યાદી તૈયાર કરાશે. જોકે આ પ્રકારના સન્માનનો વિરોધ કરી રહેલા લિબ ડેમ્સે જણાવ્યું હતું કે, નિષ્ફળતા માટે કોઇ સન્માન થવું જોઇએ નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter