લંડનઃ વર્ષ ૨૦૧૪માં બ્રિટનમાં આશ્રય લેવા નાગરિકો તરફથી કરાયેલી અરજીના ટોપ ચાર દેશોની યાદીમાં પાકિસ્તાન બીજા ક્રમાકે છે. ભારતના ચાર પાડોશી દેશો- પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના નાગરિકોએ બ્રિટનમાં શરણ લેવા સૌથી વધુ અરજી કરી છે. વર્ષ ૨૦૧૪માં દ્વિતીય ક્રમાંકિત પાકિસ્તાન તરફથી ૨૭૧૧ જેટલી અરજી કરાઈ હતી. જ્યારે પ્રથમ ક્રમાંકે ઇરેટ્રેલિયા (૩૨૩૯), ત્રીજા સ્થાને સીરિયા (૨૦૮૧), ચોથા સ્થાને ઈરાન (૨૦૧૧) અને પાંચમાં સ્થાને આલ્બેનિયા (૧૫૧૭) છે. શ્રી લંકા તરફથી ૧૨૮૨ અને બાંગલાદેશીઓ દ્વારા ૭૪૨ આશ્રયઅરજી કરાઈ છે.
ઇમિગ્રેશન ગૃહ વિભાગની માહિતી અનુસાર યાદીમાં નાઇજીરિયા, સુદાન, અફઘાનિસ્તાન અને અન્ય દેશોના નાગરિકો પણ સામેલ છે. આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૪માં આશ્રય લેવા માટે પુરુષો તરફથી સૌથી વધારે અરજી કરાઈ હતી. રાજકીય આશ્રય મેળવી લેવાની સ્થિતિમાં કેટલાક લાભ મળી જાય છે. તાજા એકત્રિત આંકડા સંકેત આપે છે કે બ્રિટન રાજકીય આશ્રય મેળવી લેવા માટે ફેવરિટ છે.