રાજકીય ડોનેશન મેળવવામાં 15.5 મિલિયન પાઉન્ડ સાથે લેબર મોખરે

સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને 9.9 મિલિયન પાઉન્ડના ડોનેશન પ્રાપ્ત થયાં

Tuesday 25th June 2024 11:36 EDT
 
 

લંડનઃ સંસદની ચૂંટણી જાહેર થતાંની સાથે રાજકીય પાર્ટીઓને મળતાં ડોનેશનમાં પણ વધારો થયો છે. 4 જુલાઇની ચૂંટણીમાં લેબર પાર્ટી ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરે તેવા સંકેતો જોતાં અમીર દાતાઓ પાર્ટીની ઝોળી છલકાવી રહ્યાં છે. તેના કારણે રાજકીય દાન મેળવવામાં લેબર પાર્ટીએ રિશી સુનાકની કન્ઝર્વેટિવ પાર્ટીને પાછળ પાડી દીધી છે.

લેબર પાર્ટીને અત્યાર સુધીમાં વ્યક્તિગત, કંપનીઓ, યુનિયનો અને અન્યો દ્વારા 15.5 મિલિયન પાઉન્ડનું ડોનેશન મળી ચૂક્યું છે જેની સામે કન્ઝર્વેટિવ પાર્ટીની ઝોળીમાં 9.9 મિલિયન પાઉન્ડ આવ્યાં છે. કન્ઝર્વેટિવ પાર્ટીને વ્યક્તિગત અને કંપનીઓ પાસેથી ઐતિહાસિક દાન મળ્યાં છે જેની સામે લેબર પાર્ટીને ટ્રેડ યુનિયનો પાસેથી મોટા પ્રમાણમાં દાન ઉપલબ્ધ થયાં છે. તેમ છતાં ઘણા અમીરો ટોરીઝનો સાથ છોડીને લેબરની તરફેણમાં સામે આવ્યાં છે.

કોણે કઇ પાર્ટીને કેટલું દાન આપ્યું

ફ્રેન્ક હેસ્ટર – કન્ઝર્વેટિવ પાર્ટી – 15 મિલિયન પાઉન્ડ

લોર્ડ જ્હોન સેઇન્સબરી – કન્ઝર્વેટિવ પાર્ટી – 10 મિલિયન પાઉન્ડ

લોર્ડ ડેવિડ સેઇન્સબરી – લેબર પાર્ટી – 10 મિલિયન પાઉન્ડ

ગેરી લુબનર – લેબર પાર્ટી – 5.9 મિલિયન પાઉન્ડ

લુબોવ ચેર્નુખિન – કન્ઝર્વેટિવ પાર્ટી – 2.3 મિલિયન પાઉન્ડ

રોઝમેરી સેઇડ  કન્ઝર્વેટિવ પાર્ટી – 770 હજાર પાઉન્ડ

માઇક બ્લૂમબર્ગ – લેબર પાર્ટી – 1,50,000 પાઉન્ડ

જેરેમી હોસ્કિંગ – રિક્લેઇમ પાર્ટી – 3.8 મિલિયન પાઉન્ડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter