લંડનઃ બકિંગહામ પેલેસ દ્વારા જાહેર કરાયેલાં ખર્ચમાં કાપ મૂકતાં પગલાં અંતર્ગત 2027 સુધીમાં રોયલ ટ્રેનની સેવાઓ બંધ કરી દેવાશે. આ ટ્રેનનો પ્રારંભ ક્વીન વિક્ટોરિયાના શાસનકાળમાં કરાયો હતો. જાહેર કરાયેલા રોયલ ફાઇનાન્સ અનુસાર ફેબ્રુઆરીમાં આ ટ્રેનના ગ્લુસેસ્ટરશાયરથી સ્ટેફોર્ડશાયર અને ત્યાંથી લંડનના પ્રવાસ પાછળ 44,000 પાઉન્ડ કરતાં વધુનો ખર્ચ થયો હતો. રોયલ ફેમિલી આ ટ્રેન બંધ થયા પછી રેગ્યુલર ટ્રેન સેવા દ્વારા પ્રવાસ કરશે. છેલ્લા એક વર્ષમાં રોયલ ફેમિલીના હેલિકોપ્ટર પ્રવાસ પાછળ 4,75,000 પાઉન્ડનો ખર્ચ થયો હતો.
રોયલ ટ્રેનનો ઉપયોગ બંધ કરાય તે પહેલાં તેને સમગ્ર યુકેમાં ફેરવવામાં આવશે અને ત્યારબાદ તેને કોઇ એક સ્થળે જાહેર જનતાના પ્રદર્શન માટે મૂકાશે. રોયલ ટ્રેનમાં 9 કેરેજ છે અને તેના સંચાલન માટે વિવિધ પ્રકારના લોકોમોટિવ ભાડે લેવામાં આવે છે.
રોયલ ટ્રેનનો પ્રારંભ 1869માં ક્વીન વિક્ટોરિયાના શાસનકાળમાં કરાયો હતો. રાજવી પરિવાર દેશમાં પ્રવાસ માટે આ ટ્રેનનો ઉપયોગ કરતો હતો.