રાજ્યાશ્રય ઇચ્છતા પરિવારો દારૂણ સ્થિતિમાં જીવતા હોવાનો આરોપ

સરકારની નીતિઓની નિષ્ફળતાના કારણે આવી સ્થિતિનું નિર્માણઃ હ્યુમન રાઇટ્સ વોચ

Tuesday 19th September 2023 12:56 EDT
 

લંડનઃ યુકેમાં રાજ્યાશ્રય ઇચ્છતા પરિવારો દારૂણ સ્થિતિમાં જીવી રહ્યા હોવાનો આરોપ હ્યુમન રાઇટ્સ વોચના અહેવાલમાં મૂકાયો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવાતા રહેઠાણામાં અપુરતી સુવિધાના કારણે તેમના માનસિક અને શારીરિક આરોગ્ય પર વિપરિત અસર થઇ રહી છે. તેમના સંતાનોને શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડે છે. સરકારની નીતિઓની નિષ્ફળતાના કારણે આવી સ્થિતિનું નિર્માણ થયું છે.

રાજ્યાશ્રય માટે અરજી કરનારા પરિવારોનો આરોપ છે કે સરકારે 19 દિવસમાં સારા રહેઠાણોમાં તેમને વસાવવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હોવા છતાં અમે મહિનાઓથી હંગામી નિવાસસ્થાનોમાં રહેવા મજબૂર છીએ. હોટેલોમાં રખાયેલા લોકો ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. રસોઇ બનાવવાની સુવિધા ન હોવાના કારણે પરિવારો તેમના સંતાનોને પોષણક્ષમ ખોરાક આપી શક્તાં નથી અને સ્થાનિક શાળાઓ તેમના સંતાનોને તાત્કાલિક પ્રવેશ ન આપતી હોવાથી બાળકો શિક્ષણથી વંચિત રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter