લંડનઃ હોમ ઓફિસના આંકડા અનુસાર રાજ્યાશ્રય માટેની પડતર અરજીઓની સંખ્યા રેકોર્ડ સ્તર પર પહોંચી ગઇ છે. જૂન 2023ના અંતે નિરાશ્રિતનો દરજ્જો હાંસલ થવાની રાહ જોઇ રહેલા લોકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 44 ટકા વધીને 1,75,000ને પાર કરી ગઇ હતી. વડાપ્રધાન રિશી સુનાકે 2023ના અંત સુધીમાં રાજ્યાશ્રય માટેની પડતર અરજીઓની સંખ્યા ઘટાડવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. ડિસેમ્બર 2022 પછી હોમ ઓફિસે રાજ્યાશ્રય માટેની 2061 અરજીનો પ્રતિ માસ નિકાલ કર્યો છે. હોમ ઓફિસે લક્ષ્યાંક હાંસલ કરવા માટે પ્રતિ માસ 11,311 કેસનો નિકાલ કરવો પડશે.


