લંડનઃ વોર્સેસ્ટરની પીયક ટ્રી ઇન હોટેલ ખાતે આશ્રય લઇ રહેલા રાજ્યાશ્રયવાંચ્છુ પર જીવલેણ હુમલો કરનાર વ્હાઇટ સુપ્રીમિસ્ટ કોલુમ પાર્સલોને વૂલવિચ ક્રાઉન કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અપાઇ છે. ચુકાદો આપતાં જજે જણાવ્યું હતું કે આ એક આતંકવાદી હુમલો હતો તેમાં જરાપણ શંકા નથી. 32 વર્ષીય પાર્સલોએ નાહોમ હાગોસ નામના રાજ્યાશ્રયવાંચ્છુ પર છરા વડે હુમલો કરી છાતી અને હાથ પર ઇજા પહોંચાડી હતી. તેણે હત્યાના પ્રયાસ માટે લઘુત્તમ 22 વર્ષ અને 8 મહિના જેલમાં રહેવું પડશે.


