રાજ્યાશ્રયાવાંચ્છુઓને નવા કાઉન્સિલ હોમ્સમાં રાખવાની યોજના

Tuesday 06th January 2026 09:35 EST
 

લંડનઃ માઇગ્રન્ટ હોટેલનો ઉપયોગ બંધ કરવા સરકાર હવે રાજ્યાશ્રયવાંચ્છુઓને નવા નિર્માણ કરાયેલા કાઉન્સિલ હોમ્સમાં રખાશે. 200 જેટલાં સ્થાનિક સત્તામંડળોએ સરકારની આ યોજનામાં રસ દર્શાવ્યો છે. જેમાં બ્રાઇટન, હોવ, હેકની, પીટરબરો, થેનેટ અને પોવાઇસ કાઉન્સિલનો સમાવેશ થાય છે.

નવા કાઉન્સિલ હોમ્સ તૈયાર કરવા અથવા તો જૂની પ્રોપર્ટીની મરામત માટે સરકાર દ્વારા 100 મિલિયન પાઉન્ડનું વધારાનું ભંડોળ ફાળવાશે.

જોકે સરકારનો આ નિર્ણય વિવાદાસ્પદ પણ બની રહ્યો છે. વિરોધીઓનું માનવું છે કે સરકારે નાણા સ્થાનિક રહેવાસીઓ માટે ખર્ચ કરવા જોઇએ. 2025ના આંકડા અનુસાર ઇંગ્લેન્ડમાં સોશિયલ હાઉસિંગ માટે 1.33 મિલિયન લોકો રાહ જોઇ રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter