લંડનઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે યુકેના પ્રવાસ દરમિયાન વિલેસ્ડન સ્થિત સ્વામિનારાયણ મંદિર અને નિવાસી શીખ સમુદાય સાથે પોતાના સંપર્કોને વિસ્તૃત કરતા ખાલસા જથા બ્રિટીશ આઇલ્સ ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. સ્વામિનારાયણ મંદિર ખાતે ભાગવતે પૂજા અર્ચના કરી શ્રદ્ધાળુઓ વચ્ચે સમય ગાળ્યો હતો. ગુરુદ્વારા ખાતે ભાજપના રાજ્યસભા સાંસદ વિક્રમજીત સિંહ સાહની અને અન્ય સમુદાયના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.

