લંડન
પ્રથમ વિશ્વયુદ્ધથી અત્યાર સુધીમાં દેશ માટે શહાદત વહોરનાર બ્રિટિશ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા 13 નવેબરના રવિવારના રોજ કિંગ ચાર્લ્સ તૃતિયે સૌપ્રથમવાર રિમેમ્બરન્સ ડેનું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે લંડનમાં સેનોટેફ ખાકે રાજવી પરિવારના સભ્યો, વરિષ્ઠ રાજકીય નેતાઓ અને ધાર્મિક પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. બ્રિટિશ સૈનિકોની શહાદતને યાદ કરતાં સમગ્ર દેશમાં સવારે 11 કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન રિશી સુનાક અને તેમના પત્ની અક્ષતા સુનાક પણ હાજર રહ્યાં હતાં. રિમેમ્બરન્સ ડે નિમિત્તે સમગ્ર દેશમાં પરેડ અને ચર્ચ સર્વિસનું આયોજન કરાયું હતું. લંડનમાં આવેલ વિશ્વિખ્યાત બિગ બેન ટાવરની ઘડિયાળમાં 11 ટકોરા પડ્યાં હતાં. ઘણા વર્ષોની મરામત બાદ ફરી એકવાર બિગ બેન ટાવરની ઘડિયાળ કાર્યરત થઇ છે.


