રિશિ સુનાકના પત્ની અક્ષતા મૂર્તિના વિશ્વના સુપર-રિચ સાથે સંબંધો

Wednesday 01st June 2022 06:22 EDT
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકના બિલિયોનેર પત્ની અક્ષતા મૂર્તિ તેમની પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ ફર્મ કેટામારન વેન્ચર્સ યુકે થકી વિશ્વના સુપર-રિચ પરિવારો સાથે વ્યાવસાયિક સંબંધો કેળવી રહ્યાં છે. અક્ષતા મૂર્તિની પારિવારિક ઓફિસ વૈશ્વિક બિઝનેસના ખેલાડીઓની સાથોસાથ સોદાઓમાં જોડાઈ રહી છે. સુનાક 2015માં પાર્લામેન્ટમાં સભ્ય બન્યા પછી કેટામારનમાં તેમનો 50 ટકા હિસ્સો અક્ષતાને ટ્રાન્સફર કર્યો છે.

અક્ષતા મૂર્તિની ફેમિલી ઓફિસ કતારના શાસક ખાનદાન અલ-થાની ફેમિલીના સભ્ય દ્વારા 2019માં સ્થપાયેલી પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ કોમ્યુનિટી dara5 ની સમર્થક રહી છે. કેટામારને લક્ઝરી બ્રિટિેશ ફર્નિચર માર્કેટપ્લેસ ન્યૂ ક્રાફ્ટ્સમેનમાં પણ હિસ્સો મેળવ્યો છે. આ ફર્મના શેરહોલ્ડર્સમાં રુપર્ટ મર્ડોકની સૌથી મોટી પુત્રી પ્રુડન્સ અને લંડનના નાઈટ્સબ્રિજ ડિસ્ટ્રિકટમાં પાર્ક ટોવર હોટેલના અમિરાતી માલિક અલ તાજિર ફેમિલીનો સમાવેશ થાય છે.

ભારતમાં જન્મેલી અને ભારતીય નાગરિક અક્ષતા મૂર્તિ તેના પિતા નારાયણ મૂર્તિ દ્વારા સ્થાપિત સોફ્ટવેર જાયન્ટ ઈન્ફોસિસ લિમિટેડમાં હિસ્સાના કારણે 1.3 બિલિયન ડોલરની નેટવર્થ ધરાવતી હોવાનું બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ જણાવે છે. અક્ષતા કંપનીની શેરહોલ્ડર હોવાનું 2001માં જાહેરમાં આવ્યું તે પછી કંપનીના શેરના મૂલ્યમાં 2000 ટકાથી વધુનો ઉછાળો આવેલો છે.

બેંગલોરસ્થિત કેટામારન વેન્ચર્સ મૂર્તિ પરિવારની મુખ્ય ઈન્વેસ્ટમેન્ટ કંપની છે. ઈ-સ્પોર્ટ્સ, ઈન્સ્યુરન્સ અને ઈલોન મસ્કના સ્પેસ એક્સ્પ્લોરેશન ટે્કનોલોજીસ કોર્પ સુધી ફેલાયેલા 1 બિલિયન ડોલરથી વધુના હોલ્ડિંગ પર દેખરેક રાખવા ભારતમાં 15 કર્મચારી કાર્યરત છે. અક્ષતા કેટામારનની બ્રિટિશ બ્રાન્ચની એકમાત્ર ડાયરેક્ટર અને શેરહોલ્ડર છે.અક્ષતા ફેબ્રુઆરીમાં એડજમિનિસ્ટ્રેશન હેઠલ મૂકાયેલી લંડનસ્થિત ફિટનેસ કંપની Digme માં 4.4 ટકા હિસ્સો ધરાવતી ડાયરેક્ટર હતી. વડા પ્રધાન જ્હોન્સને અભ્યાસ કર્યો છે તે પ્રિતિષ્ઠિત એટન કોલેજના વિદ્યાર્થીઓ માટે આઉટફિટર ન્યૂ એન્ડ લિંગવૂડની 2017માં ડાયરેક્ટર બન્યા પછી ગત ફેબ્રુઆરીમાં આ ભૂમિકા છોડી દીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter