ચાન્સેલર રિશિ સુનાકના પ્રથમ બજેટમાં થયેલી ભલામણો ઉડતી નજરે...
• ૩૧ મિલિયન વર્કર્સ માટે કરરાહત, નેશનલ ઈન્સ્યુરન્સ લાગુ થવાની મર્યાદા ૮૬૩૨થી વધી ૯,૫૦૦ પાઉન્ડ
• NHSના ઉપયોગ માટે માઈગ્રન્ટ્સ પાસેથી વાર્ષિક ૬૨૪ પાઉન્ડ લેવાશે
• એન્ટ્રેપ્રીન્યોર્સની કરરાહત વર્તમાન ૧૦ મિલિયનથી ઘટાડી એક મિલિયન પાઉન્ડ • કોર્પોરેશન ટેક્સમાં સૂચિત કાપ મુલતવી
• સમગ્ર હાઈ સ્ટ્રીટ બિઝનેસ રેટ્સ નિયમોની સમીક્ષા કરાશે
• ડિજિટલ પબ્લિકેશન્સ પરનો VAT રદ કરાયો
• ૨૦ વર્ષમાં બીજી વખત આલ્કોહોલ ડ્યૂટી સ્થગિત
• સતત ૧૦મા વર્ષે ફ્યૂલ ડ્યૂટી સ્થગિત • ટેમ્પાન ટેક્સની નાબૂદી
• સિગારેટ્સમાં પેકેટ દીઠ ૨૭p નો વધારો
• હોસ્પિટાલિટી અને આનંદપ્રમોદ ઉદ્યોગ, નાની દુકાનો, રેસ્ટોરાં અને મનોરંજન સ્થળો પરના બિઝનેસ રેટ્સ આગામી ૧૨ મહિના માટે રદ
• પબ્સ પરના બિઝનેસ રેટ્સ ડિસ્કાઉન્ટ વધારીને ૫,૦૦૦ પાઉન્ડ
• બિયર, વાઈન, સ્પિરિટ્સ અને સિડાર પરના ટેક્સ સ્થગિત
• એપ્રિલ ૨૦૨૧થી વિદેશી ખરીદારો માટે સ્ટેમ્પ ડ્યૂટી સરચાર્જ ૨ ટકાના ધોરણે લેવાશે
• બિઝનેસીસ દ્વારા ગેસ વપરાશ પરની ક્લાઈમેટ લેવી વધારાશે
• સ્વરોજગારીને પ્રોત્સાહન માટે NI માં ૧૦૪ પાઉન્ડની મદદ
• બાંધકામ કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં સસ્તાં ‘રેડ ડિઝલ’ પરની કરરાહત નાબૂદ, ખેડૂતોને અસર નહિ
• નાની કંપનીઓ ૧.૨ મિલિયન પાઉન્ડ સુધી ‘બિઝનેસ ઈન્ટરપ્શન’ લોન સુવિધા મેળવી શકશે
• ૨૫૦થી ઓછા સ્ટાફ સાથેની કંપનીઓને બે સપ્તાહ માટે સિક પે ચૂકવણીઓમાં રિફન્ડ મળશે
• ૩૦ ટકા રીસાઈકલિંગ મટીરિયલ ન હોય તેવી પ્લાસ્ટિક ઉત્પાદન કંપનીઓ પર નવો ટેક્સ
• જેઓને ઘરમાં અલાયદા રહેવા જણાવાય તેઓને લક્ષણો ન હોવાં છતાં સાપ્તાહિક ૯૪.૨૫ પાઉન્ડનું બીમારી વેતન
• ચાન્સેલરે જુનિયર Isa એલાવન્સ બમણું કરી નાખ્યું છે. ૬ એપ્રિલ ૨૦૨૦થી આ એલાવન્સ ૪,૩૬૮ પાઉન્ડથી વધીને ૯,૦૦૦ પાઉન્ડ કરાશે.
• પુખ્ત વય માટે Isa એલાવન્સ ૨૦,૦૦૦ પાઉન્ડ યથાવત છે.
• વારસદારોએ પ્રત્યક્ષ સગાં પાસેથી મળતી ઘરસંપત્તિ પર ઓછો વારસાઈ ટેક્સ ભરવાનો થશે. ૧૦૦,૦૦૦ પાઉન્ડ સુધીની સંપત્તિ ટેક્સ ફ્રી થશે. હાલ ઈન્હેરિટન્સ ટેક્સ ૪૦ ટકા છે પરંતુ, વ્યક્તિઓ વધુ ૧૭૫,૦૦૦ પાઉન્ડની સંપત્તિ પાસ ઓન કરી શકશે.
• કોરોના વાઈરસના લીધે એરલાઈન્સોને ભારે ફટકો પડવા છતાં, એર પેસેન્જર ડ્યૂટીમાં થોડો વધારો કરાયો છે.
• ૨૦૨૦-૨૧ના ટેક્સ વર્ષમાં સરકારી પેન્શનમાં ૩.૯ ટકા સુધીનો વધારો થશે. નવા સરકારી પેન્શનરને ૩૪૩ પાઉન્ડનો લાભ થશે.
• ટેપર્ડ એન્યુઅલ એલાવન્સમાં ૯૦,૦૦૦ પાઉન્ડ સુધીનો વધારો કરાયો છે જેનો લાભ ડોક્ટર્સ અને સર્જન્સ જેવા લોકોને મળશે