રિશી સુનાક ક્રિસમસના ગીતોના મોટા ચાહક

Tuesday 05th December 2023 11:24 EST
 
 

લંડનઃ દુબઇમાં સીઓપી-28માં ભાગ લેવા જતાં પહેલાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ક્રિસમસ ટ્રીની લાઇટ્સ સ્વીચ ઓન કરતા સમયે વડાપ્રધાન રિશી સુનાકે જણાવ્યું હતું કે, તેઓ ક્રિસમસ સોન્ગ્સના મોટા પ્રશંસક છે અને સપ્તાહોથી ક્રિસમસ સોન્ગ્સ સાંભળી રહ્યાં છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે 15 દિવસ પહેલાંથી જ મેં ક્રિસમસના ગીતો વગાડવાનું શરૂ કરી દેતાં દરેક જણ મારા પર બૂમો પાડી રહ્યાં હતાં. પછી મેં ખાનગીમાં સાંભળવાનું શરૂ કર્યું હતું. હવે ક્રિસમસ આવી ગઇ છે તેથી હું જાહેરમાં સાંભળી શકું છું. હજારો ક્રિસમસ કાર્ડ પર હસ્તાક્ષર કરવા પર સુનાકે જણાવ્યું હતું કે, ગયા વર્ષે મેં મારી માતાને કોલ કરીને આભાર માન્યો હતો કે તેમણે મારું નામ પાંચ અક્ષરનું જ રાખ્યું. જો 10 અક્ષરનું હોત તો મારે હસ્તાક્ષરમાં બમણો સમય આપવો પડતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter