લંડન
બ્રિટનના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ છે, પણ બ્રિટનના વડાપ્રધાન બન્યા એટલે ત્યાં જ રહેવા જવું એવું કોણ કહ્યું. બ્રિટનના નવા વડાપ્રધાનના કુટુંબે 10 ડાઉનિંગ સ્ટ્રીટથી નાના ફ્લેટમાં રહેવા જવાના લીધેલા નિર્ણયની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે તથા ઘણાય લોકો સુનાકની સાદગીની સમગ્ર વિશ્વમાં ચર્ચા કરી રહ્યા છે.
ભારતીય મૂળના ચાન્સેલર રિશી સુનાકે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેવાને બદલે તેમના કરતાં નાના ફ્લેટમાં રહેવાનું પસંદ કર્યું છે, તેમણે સામાન્ય રીતે નાણાંપ્રધાન દ્વારા ઉપયોગમાં લેવાતા ઘરને પસંદ કર્યું છે. જ્યારે વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ નાણાંપ્રધાનને સોંપ્યું છે.
સુનાકે ધ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નાણાપ્રધાન જેરેમી હંટ નંબર-11 ડાઉનિંગ સ્ટ્રીટની ઉપર આવેલા ફ્લેટનો ઉપયોગ કરશે. તેમણે ત્રણ બાળકો હોવાથી થોડી વધારે સ્પેસની જરૂરી હતી. તેમની પુત્રીઓને તેમના જૂના ઘર પ્રત્યે જબરજસ્ત પ્રેમ છે. આ ઘરમાં તે નાણાંપ્રધાન હતા ત્યારે રહેતા હતા. સુનાકે જણાવ્યું કે હંટને થોડી વધારે જગ્યાની જરૂર છે તેથી તેને 10 ડાઉનિંગ સ્ટ્રીટનું મકાન મળી જાય તે વધુ યોગ્ય રહેશે. નાણાંપ્રધાન તરીકે વર્તમાન મકાનમાં હું છેલ્લા અઢી વર્ષથી રહેતો હતો અને મને અહીં સારું ફાવી ગયું છે. તેથી તેને બદલવાની જરૂર મને લાગતી નથી. આ ઉપરાંત હંટ અને મારી પુત્રીઓને પણ સારું બને છે. તેમની પુત્રીઓને હું નિરાશ કરી શકતો નથી.


