રિશી સુનાક ભારત સાથેના વેપાર અને સંરક્ષણ સંબંધો મજબૂત બનાવેઃ ડોમિનિક રાબ

ઐતિહાસિક સંબંધો અને ભારતીય મૂળના વડાપ્રધાનની મદદથી યુકેએ ભારત સાથેના સંબંધોમાંથી મહત્તમ લાભ મેળવવાનો પ્રયાસ કરવો જોઇએઃ પૂર્વ ફોરેન સેક્રેટરી

Tuesday 27th June 2023 13:44 EDT
 
 

લંડનઃ પૂર્વ ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે વડાપ્રધાન રિશી સુનાકને નવા વેપાર અને સંરક્ષણ કરારો દ્વારા ભારત અને બ્રિટનના સંબંધો વધુ મજબૂત બનાવવાની અપીલ કરી છે. રાબે જણાવ્યું છે કે ભારત અને બ્રિટન વચ્ચેના ઐતિહાસિક સંબંધો અને ભારતીય મૂળના વડાપ્રધાનની મદદથી યુકે ભારત સાથેના સંબંધોમાંથી વધુ લાભ મેળવવાના પ્રયાસ કરવા જોઇએ.

રાબે ટેલિગ્રાફ અખબારમાં લખેલા લેખમાં સવાલ કર્યો છે કે શું ડાઉનિંગ સ્ટ્રીટ અદ્વિતિય વેપાર તકોને સુનિશ્ચિત કરવા કોઇ કામ કરી રહી છે કે નહીં. બ્રિટન ભારત સાથેની ગાઢ મિત્રતાના લાભ સારી રીતે પ્રાપ્ત કરી શકે છે. તેમ કરવા માટે સરકારે તમામ મોરચે કામ પર લાગી જવું જોઇએ.

રાબે ચેતવણી ઉચ્ચારી છેકે જો સરકાર ભારત સાથેના સંબંધો વિકસાવવામાં વિલંબ કરશે તો નવા વેપાર કરારોની રેસમાં યુકે ફ્રાન્સ કરતાં પાછળ રહી જશે. બ્રિટને ભારતને રશિયન શસ્ત્રો પરનો આધાર ઘટાડવામાં મદદ કરવા નેતૃત્વ લેવું જોઇએ. આજે ભારત વિશ્વનું પાંચમા ક્રમનું અર્થતંત્ર બની ગયો છે અને આગામી 30 વર્ષમાં સમગ્ર યુરોપને આંબી જશે ત્યારે ભારત સાથેની વેપાર તકોને ઝડપી લેવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter